- ભારતમાં પણ ઓમિક્રોનનો કહેર
- કર્ણાટકમાં બે વ્યક્તિઓ સંક્રમિત
- 66 અને 46 વર્ષના બે વ્યક્તિઓમાં વાયરસની પૃષ્ટિ
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસના નવા વેરિએન્ટે હાહાકાર મચાવ્યો છે, વિશ્વના કેટલાક દેશો માં આ વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે હવે ભારતમાં પણ આજ રોજ ઓમિક્રોન વાયરસે દસ્તક આપી દીધી છે,જેને લઈને સમગ્ર આરોગ્ય વિભાગ ચિંતામાં સરી પડ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કોવિડના નવા વેરિયેન્ટ ઓમિક્રોન કેસો ભારતમાં પણ જાહેર કરવામાં આવ્યા છે કર્ણાટક રાજ્યમાં, આ વેરિએન્ટ થી 2 વ્યક્તિઓ સંક્રમિત જોવા મળ્યા છે.
આ મામલે આજરોજ આરોગ્ય મંત્રાલય દ્રારા એવું કહેવામાં આવ્યું છે કે દેશમાં કોવિડના સ્ટ્રેઇન ઓમિક્રોનની કિસ્સામાં ચિંતા વધી છે. કર્ણાટકમાં બંને કેસોની જાણ કરવામાં આવી છે અને આ કેસમાં 66 અને 46 વર્ષનાં બે વ્યક્તિઓમાં આ વાયરસની પૃષ્ટિ કરવામાં આવી છે.
આ બંને વ્યક્તિઓના રિપોર્ટ બુધવારના મોડી રાત્રે મળ્યા હતા હવે તેઓની સારવાર અને દેખરેખ કરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આપણે ડર અથવા ભયભીત થવાની જરૂર નથી. કોરોના પ્રોટોકોલને અનુસરતી વખતે રસી અપનાવી જોઈએ.હાલ સરકાર સ્થિતિનું નિરિક્ષણ કરી રહી છે. આઇસીએમઆર ડી.જી. બલરામ ભાર્ગવએ જણાવ્યું હતું કે, હેલ્થ મંત્રાલય દ્વારા સ્થાપિત 37 પ્રયોગશાળાઓના જીનોમ સિક્વશેસ દ્વારા કર્ણાટાના બે કેસો હવે શોધી કાઢવામાં આવ્યા છે. આપણે ગભરાવાની જરૂર નથી, પરંતુ જાગૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.