Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં લેફ્ટ અને કોંગ્રેસનું ગઠબંધન, મમતા બેનર્જી અને ભાજપને આપશે ટક્કર

Social Share

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામની શક્યતા છે. બીજી તરફ ભાજપ અને મમતા બેનર્જીને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. લેફ્ટ અને કોંગ્રેસ છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળમાં સત્તાથી દૂર છે. જેથી તેમના માટે આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ જેવી સાબિત થાય તેવુ રાજકીય પંડિતો માની રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશ આઝાદ થયા બાદ પહેલા ત્રણ દાયકા પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનું શાસન હતું અને ત્યારબાદ સાડા ત્રણ દાયકા ડાબેરીઓનું શાસન હતું. જો કે, હાલના સમયમાં બંને સત્તાથી દૂર છે. ડાબેરીઓ છેલ્લા દસેક વર્ષથી વનવાસ વેઠી રહ્યા હતા. દરમિયાન બંગાળમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસ અને ડાબેરીઓએ ગઠબંધન કર્યું હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રમુખ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજને ગુરૂવારે જાહેર કર્યું હતું કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે અમે ડાબેરીઓ સાથે જોડાણ કર્યું હતું. આ જોડાણને પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ હરી ઝંડી દેખાડી હતી.