Site icon Revoi.in

પાંચ રાજ્યોમાં વિધાનસભામાં ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સર્વે અનુસાર ફરીથી BJPની જીતનો દાવો

Social Share

દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. વર્ષ 2022માં ગોવા, મણિપુર, ઉત્તરપર્દેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ અને પંજાબ વિધાનસભાની ચૂંટણી ઉપર ભાજપ સહિત તમામ રાજકીયપક્ષોની નજર મંડાયેલી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓને ચૂંટણી અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેમજ ગઠબંધનને લઈને ચર્ચાઓ ઉત્તરપ્રદેશમાં તેજ બની છે. એબીપી-સી વોટરના એક સર્વે અનુસાર ઉત્તરપ્રદેશમાં ભાજપ ફરી એકવાર સત્તા સંભાળશે. આ ઉપરાંત પંજાબમાં કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરીક વિખવાદ વચ્ચે આમ આદમી પાર્ટીને ફાયદો થવાની શકયતા છે. ઉત્તરાખંડની વાત કરીએ તો મુખ્યમંત્રી ધામીના નેતૃત્વમાં ભાજપની પકડ વધારે મજબુત બનશે અને ભાજપ ફરીથી સત્તાની બાગદોડ સંભાળશે.

સર્વે અનુસાર ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર ફરીથી બનાવી શકે છે પરંતુ 2017ની સરખામણીએ બેઠકો ઓછી મળવાની શકયતા છે.આ સર્વે અનુસાર જો અત્યારે જ ચૂંટણી યોજાય તો ભાજપને સૌથી વધારે 41 ટકા વોટ મળશે. સપામાં 32 અને બીએસપીને 15 ટકા વોટ મળવાની શકયતા છે. કોંગ્રેસની સ્થિતિ સુધારવા માટે પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં કામ કરી રહ્યાં છે. પરંતુ કોંગ્રેસને હાલની સ્થિતિમાં 6 ટકા વોટ મળવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. આ સર્વે અનુસાર અત્યારે ચુંટણી થાય તો ભાજપને 241થી 249 જેટલી બેઠકો મળવાની શકયતા છે. સપાને 130થી 138, બીએસપીને 15થી 19 અને કોંગ્રેસને માત્ર 3 સિટ મળવાનું અનુમાન છે. કુલ 403 બેઠકો ઉપર કરાયેલા સર્વે અનુસાર ચાર બેઠકો પણ અન્ય પક્ષોની જીતની શકયતા જોવા મળે છે. આ હિસાબે ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર બની રહી છે.

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં બે વાર મુખ્યમંત્રી બદલવાની છે. સર્વે અનુસાર ઉત્તરાખંડમાં ભાજપની સ્થિતિ વધારે મજબુત બનશે. ભાજપનો વોટ શેર આ વખતે વધશે. જો અત્યારે ચૂંટણી યોજાય તો 70 બેઠકો પૈકી 42 ઉપર ભાજપનો લહેરાશે. આ ઉપરાંત કોંગ્રેસને ગઠબંધને 21થી 25 બેઠકો જીત મેળવશે. ગોવા અને મણિપુરમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મણિપુરમાં ભાજપ સત્તા હાંસલ કરી શકે છે. ગોવામાં પણ ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે. 40 બેઠકો પૈકી 27 બેઠકો ઉપર ભાજપની જીત થવાની શકયતા છે.