Site icon Revoi.in

વિધાનસભાના અધ્યક્ષ કોઈ પણ તપાસ વિના ધારાસભ્યનું રાજીનામું સ્વિકારી શકેઃ સુપ્રીમ કોર્ટ

Social Share

દિલ્હીઃ વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્યનુ રાજીનામું સ્વીકારવાની સત્તા છે અને તપાસ કર્યાં સિવાય તેઓ સ્વિકારી શકે છે. તેમ સુપ્રીમ કોર્ટે એક નિર્દેશમાં કહ્યું હતું. ન્યાયમૂર્તિ યુ.યુ.લલિત, એસ.રવિન્દ્ર ભટ અને બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે આ નિર્દેશ ભાજપના 3 ધારાસભ્યોની વિશેષ મંજૂરીની અરજીમાં કર્યો હતો. નિર્દેશમાં કોર્ટે કહ્યું હતું કે, ધારાસભ્યો કહી રહ્યાં છે કે તેમણે દબાવમાં તથા કોઈના ડરના કારણે રાજીનામું આપ્યું તો શું તેમણે આ અંગે કોઈને ફરિયાદ કરી હતી. ધારાસભ્યોના વકીલે કહ્યું હતું કે, આ ડર હતો અને તેમને રાજીમાનું લખ્યા બાદ પ્રેસવાર્તા પણ કરવી પડી હતી.

કોર્ટે કહ્યું હતું કે, જ્યારે કોઈ ફરિયાદ નથી કરી તો તેને દબાણમાં કેવી રીતે માની શકાય છે. જો કે, પ્રક્રિયા અને કાર્ય વિનિયમનના નિયમ અને સંવિધાનના અનુચ્છેદ હેઠળ સ્પીકર તપાસ કરી શકે કે ધારાસભ્યો રાજીનામું હકીકતમાં અને રાજીખીશુથી આપ્યું છે. પરંતુ તપાસ કેવી રીતે થશે, તે સંપૂર્ણ રીતે વિધાનસભાના અધ્યક્ષના વિવેદ ઉપર છોડવામાં આવ્યો છે. આમ કહીને કોર્ટે નેતાઓની અરજી ના મંજૂર રાખી હતી.

ભાજપના ધારાસભ્ય ટી.હોઈકિપ, સેમુલ જેંડાઈ અને એસ.સુભાષ ચંદ્રસિંહએ મણિપુર વિધાનસભાના અધ્યક્ષને તા. 17મી જૂન 2020ના રોજ રાજીનામું લખીને મોકલી આપ્યું હતું. આ રાજીનામું તેમણે સ્વૈચ્છાએ આપ્યાંનું પ્રેસ કોન્ફરન્સમાં જનતાને કહ્યું હતું. સ્પીકરે એ જ દિવસે તેમના રાજીનામા સ્વિકારી લીધા હતા અને 18મી જૂનના રોજ આ અંગે શાસકીય ગેજેટમાં અધિસૂચના પણ જાહેર કરી હતી.

ધારાસભ્યોએ આ અધિસૂચનાને મણિપુર હાઈકોર્ટમાં પડકાર્યો હતો તેમજ કહ્યું હતું કે, અધ્યક્ષે તપાસ કરાવી ન હતી કે રાજીનામાં કેમ આપ્યાં છે, શુ આ માટે કોઈ ધમકી કે દબાણ કરાયું હતું. જો કે, હાઈકોર્ટે આ અરજીને ફગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, જો રાજીનામું વાસ્તવિક છે અને સ્વૈચ્છીક છે તો સ્પીકરએ તેને સ્વીકારીને કોઈ ભૂલ નથી કરી.