- લીંબુ ચાના છે અઢળક ફાયદા
- કોરોના કાળમાં લીંબુ ચા પીવી ખુબ જ જરૂરી
- અનેક રોગોને કરે છે દુર
કોરોના કાળમાં દરરોજ ઈમ્યુનિટીની વાત થઇ રહી છે.વિટામિન સીને વિશેષરૂપે ડાયટમાં સામેલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. જો તમે ચા પીવાના શોખીન છો,તો પછી લેમન ટી એટલે કે લીંબુ ચા લેવાનું શરૂ કરો. લીંબુની ચામાં વિટામિન સી હોવાની સાથે એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ હોય છે,જે ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવા અને શરીરના સંક્રમણને દૂર કરવા માટે કામ કરે છે. જાણીએ તેના અન્ય ફાયદાઓ
શરદી,ખાંસી અને ગળામાં દુખાવોએ કોરોનાનાં સામાન્ય લક્ષણો છે. લીંબુ ચા શરદી અને ફ્લૂના લક્ષણો ઘટાડવાનું કામ કરે છે. આ સિવાય ગળાના દુખાવાની સમસ્યામાં પણ રાહત આપે છે. કોરોના કાળ દરમિયાન દરેકને લીંબુની ચા પીવી જ જોઇએ
જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે, તેના માટે લીંબુની ચા ખૂબ ફાયદાકારક છે. જ્યારે ચાના રૂપમાં તેનું સેવન કરવામાં આવે છે,ત્યારે તે વજન ઓછુ કરવાનું કામ સારી રીતે કરે છે.
લીંબુ ચા શરીરના ટોકિસન્સ એટલે કે ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. આ ઝેરી પદાર્થો શરીરમાં સંક્રમણ અને તમામ બીમારીઓનું કારણ બંને છે.
સ્કિન માટે વિટામિન સી ખૂબ જ સારું માનવામાં આવે છે. લીંબુ ચા પીવાથી સ્કિનની બધી સમસ્યાઓ દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે.
લીંબુ ચા બનાવવી ખૂબ જ સરળ છે. તેને તૈયાર કરવા માટે તમારે એક કપ પાણી સારી રીતે ઉકાળવું પડશે. આ પછી થોડું આદુ નાખીને ઉકાળો. ઉકળતા પાણીમાં બે ચપટી ચા ઉમેરી થોડુંક ઉકળવા દો. જ્યારે પાણીનો રંગ હળવા નારંગી થઈ જાય ત્યારે તેને એક કપમાં ગાળી લો અને જરૂર મુજબ લીંબુ નાંખો અને કાળા મરીનો પાઉડર થોડો થોડો ઉમેરો. આ પછી સ્વાદ પ્રમાણે મધ નાખીને પીવો. ખાંડનો બિલકુલ ઉપયોગ ન કરો.