Site icon Revoi.in

મસુરની દાળ આરોગ્ય માટે ખૂબ ગુણકારી- તેના સેવનથી થાય છે અનેક લાભ

Social Share

અનેક બીમારીઓમાં આપે છે રક્ષણ

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કઠોળ ખાવા આરોગ્ય માટે ખબબ જ ફાયદા કારક હોય છે, કારણ કે કઠોળ અનેક ગુણોથી ભરપુર હોય છે,તમાં વિટામિન્સ, મિનરલ પ્રોટિનનો પુરતા પ્રમાણમાં સ્ત્રોત રહેલો હોય છે જેથી સ્વાસ્થ્યને લગતી ઘણી બધી જૂદી જૂદી સમસ્યાઓમાં જૂદા જૂદા કઠોળ ખાવાથી લાભ થાય છે. આજે વાત કરીશું મસૂર અને તેની દાળની, જે અનેક ગુણોનો ખજાનો કહેવામાં આવે છે.

મસૂરમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, સોડિયમ, સલ્ફર જેવા તત્વો સમાયેલા હોય છે. જો કે મસૂરની દાળને તામસિક ભોજન ગણવામાં આવે છે. તામસિક એટલે કે ડુંગળી, લસણ જેવી ગરમ તે છંત્તાં આયુર્વેદમાં મસૂરની દાળને પૌષ્ટિક આહાર ગણાવ્યો છે.
મસૂર તથા તેની દાળનું સેવન કરવાથી બ્લડમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે અને જો વધ્યું હોય તો તે નીચા સ્તરે પહોંચે છે.આ સાથે જ તેમાં સોલ્યુબલ ફાઈબર મોટી માત્રામાં જોવા મળે છે જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

ત્વચાને લગતી ઘણી બધી સમસ્યાઓ માટે પણ મસૂરની દાળ અઠળક ફાયદો કરાવી જાય છે,ખાસ કરીને જો તમારી ત્વચા પર ખીલ થયા હોય ફોલ્લીના કારણે ડાઘ ઘબ્બાઓ થયા હોય તો મસૂરની દાળનો પેક લગાવવાથી તે દૂર થાય છે.દાંત માટે પણ મસૂરની દાળનું સેવન ઉત્તમ ગણવામાં આવે મસૂરની દાળને બાળી અને ભસ્મ બનાવીતેને દાંત પર લગાવીને ઘસવાથી દાંત મજબૂત અને પેઢા મજબૂત બને છે

આ સાથે દ મસૂરની દાળમાં ફાઈબર વધારે હોય છે તેના કારણે એનર્જી ધીરે ધીરે બર્ન થાય છે અને શરીરમાં આયરનની માત્રા વધે છે, વેઈટ લોસ કરવામાં પમ મસૂરની દાળ મહત્વનો ભઆગ ભજવે છે.મસૂરની દાળમાં રહેલા ફાયબરના કારણે તેનું સેવન હ્દયને લગતી સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદરુપ બને છે મસૂરની દાળના સેવનથી સુગર લેવન પણ નિયંત્રણમાં રહે છે.