લ્યો,આ વ્યક્તિએ કુરકુરે નાખીને બનાવ્યો ઢોસો,લોકો ભડક્યા
- વ્યક્તિએ કુરકુરે નાખીને બનાવ્યા ઢોસા
- વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે
- કહ્યું- નરકમાં પણ જગ્યા નહીં મળે
એવું લાગી રહ્યું છે કે,દેશમાં જાણે હાસ્યાસ્પદ વાનગીઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર અજીબોગરીબ ફૂડ કોમ્બિનેશનના રેસિપી વીડિયોનું પૂર આવ્યું છે.જેમાં સ્ટ્રીટ વેન્ડર્સ ક્રિએટીવીટીના નામે આઇકોનિક ફૂડ સાથે ખિલવાડ કરતા જોવા મળે છે અત્યારે ‘મેગી આઈસ્ક્રીમ રોલ’ની રેસિપીને લઈને લોકોનો ગુસ્સો ઠંડો નથી પડ્યો કે,એક વિક્રેતાએ દક્ષિણ ભારતીય વાનગી ઢોસા સાથે ખિલવાડ કરતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. આ વિક્રેતાએ કુરકુરેથી બનાવેલ ઢોસા બનાવ્યા છે, જેને જોઈને લોકો ન માત્ર દુકાનદારને ઉગ્રતાથી કોસતા રહ્યા છે, પરંતુ એમ પણ કહી રહ્યા છે કે,આ ગુના માટે નરકમાં કોઈ જગ્યા નહીં હોય.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે,વિક્રેતા તવા પર ઢોસા બનાવવાનું શરૂ કરે છે. આ પછી તેમાં સમારેલી ડુંગળી, ચીઝ અને પછી ચટણી નાખીને મિક્સ કરે છે. ત્યારબાદ મસાલાની ગ્રેવી નાખીને તેને સારી રીતે મિક્સ કરે છે. આ પછી, વિક્રેતા જે પણ ઢોસામાં નાખે છે, તે જોઈને તમે પણ તમારું માથું પકડી લેશો.વિક્રેતા મસાલા પર ઘણી બધી ક્રન્ચી મૂકે છે અને લોકોને ચટણી અને સાંભાર સાથે પીરસે છે.ઢોસા પ્રેમીઓ આ વીડિયો જોયા પછી ભાગ્યે જ પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી શકે છે. તો ચાલો જોઈએ આ વિડિયો.
આ વિચિત્ર કોમ્બિનેશન ઢોસા રેસીપીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર thegreatindianfoodie એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘જો તમે મસાલેદાર ઢોસા ખાશો તો ઓરિજિનલ ઢોસા ભૂલી જશો.ટ્રાય કરો સ્પેશિયલ કુરકુરે ઢોસા.’
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, દિલ્હીના વેન્ડર્સની હરકતો જોઈને મારો માનવતા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.તો, અન્ય એક યુઝરનું કહેવું છે કે, સ્ટ્રીટ ફૂડ ગમે તે રીતે વિચિત્ર હોય છે, હવે આ વિક્રેતાઓ પરંપરાગત ખોરાક સાથે ખિલવાડ કરી રહ્યા છે. અન્ય એક યુઝરનું કહેવું છે કે, અમદાવાદ પછી દિલ્હી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ફૂડ સાથે વિચિત્ર પ્રયોગો થઈ રહ્યા છે.એકંદરે આ વીડિયો જોયા બાદ યુઝર્સ વેડર પર ગુસ્સે છે.