- દેશમાં કોરોનાના 10 હજારથી પણ ઓછા કેસ
- ત્રીજી લહેરની શંકાઓ નહીવત
દેશભરમાં કોરોનાને લઈને ત્રીજી લહેરની શંકાો સેવાઈ રહી હતી જો કે દિવાળી બાદ પણ દેશમાં કોરોનાના કેસ 10 હજારની અંદર નોંધાઈ રહ્યા છે જેને લઈને તંત્રએ રાહતના શ્વાસ લીઘા છે,એમ કહી શકાય કે દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
આ સાથે જ જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ફરી એકવાર 10 હજાર થી ઓછા નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 9 હજાર 283 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 10 હજાર 949 લોકો સ્વસ્થ થયા છે. જેને કારણે સક્રિય કેસોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે અને હવે આ આંકડો ઘટીને માત્ર 1 લાખ 11 હજાર 481 પર આવી પહોંચ્યો છે.
એક્ટિવ કેસોની સંખ્યા વિતેલા વર્ષની સરખામણીમાં ખૂબ જ ઓછો છે,આ સાથે જ સાજા થવાના દરમાં પણ મોટો સુધારો નોંધાયો છે ડજે 98.33 ટકા થઈ ગયો છે, જે ગયા વર્ષના માર્ચ પછીનું સૌથી ઊંચું સ્તર માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોનાની લડતમાં રસીકરણને વેગ આપવામાં આવ્યો છે.દેશમાં અત્યાર સુધીમાં 1 હજાર 118 કરોડથી વધુ કોરોના રસી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં આ આંકડો 120 કરોડને પાર થવાની આશાઓ સેવાઈ રહી છે.
કોરોનાની સ્થિતિને જોતા આસીએમઆરના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવના પુસ્તક ‘ગોઇંગ વાયરલઃ મેકિંગ ઓફ કોવેક્સિન – ધ ઇનસાઇડ સ્ટોરી’ના વિમોચન એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા કહે છે કે કદાચ હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે. તેમણે કહ્યું કે દેશમાં પહેલી અને બીજી લહેરની જેમ કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ નહીવત જોવા મળી રહી છે.એટલું જ નહીં, તેમણે કહ્યું કે જે રીતે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તે સ્પષ્ટ છે કે લોકોને રસી દ્વારા સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે અને હાલમાં કોરોનાના બૂસ્ટર ડોઝની જરૂર પણ લાગી રહી નથી