તહેવારોની સિઝનમાં ચિંતા છોડો અને રહો ખુશ, ખુશ રહેવાથી તમારા અંદર આવશે સકારાત્મક ઊર્જા
હાલ તહેવારોના દિવસ ચાલી રહ્યા છે આ ભાગદોડ વાળી લાઈફમાં સૌ કોઈને કંઈકને કંઈક ચિંતા તો સતાવતી જ રહેતી હોય છએ જો કે તમે ખુશ રહેશો તો તમારી ચિંતા તેની રિતે જ ઓછી થી જાય છે આ સાથે જ ખુશ રહેવાથી તમારા મનમાં સારા વિચારો ઇત્તપન્ન થાય છે જે તમને જીવન જીવવાનો નવો માર્ગ બતાવી જાય છે એટલું જ નહી હંમેશા ખુશ રહેવાથી શરીરમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે તો ચાલો જાણીએ ખુશ રહેવાના આવા કેટલાક ફાયદાઓ વિશે
ખુશ રહેવાથી થાય છે આટલા ફાયદા
દરેક સમયે ખુશ રહેવાથી પીડાની અસર પણ ઓછી થાય છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ખુશ રહેવાથી માંસપેશીઓમાં ખેંચાણ, ચક્કર આવવા, હાર્ટબર્ન જેવી સમસ્યાઓમાં દર્દની અસર ઓછી થાય છે. વ્યક્તિના સારા મૂડની અસર તેના સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે.
જો તમે ખુશ રહેશો તો તેની તમારા હૃદયના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. એક રિસર્ચ અનુસાર નકારાત્મક લાગણીઓ હૃદય સંબંધિત બીમારીઓ પર ખરાબ અસર કરે છે. પરંતુ બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ હૃદયની તંદુરસ્તી સાથે સંઘર્ષ કરી રહી હોય અને ખુશ રહે તો તેની અસર તેના હૃદય પર પડે છે.
ખુશ રહેવાથી ચહેરા પર તેની સકારાત્મક અસર પણ જોવા મળે છે. ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકો વધુ ખુશ હોય છે અથવા હસતા હોય છે, આવા લોકો નાખુશ લોકો કરતાં વધુ યુવાન જોવા મળે છે.
ખુશ રહેવાથઈ તમારા કંટાળા જનક કામ પણ સરળ બની જાય છે કામ કરવામાં તમારો ઉત્સાહ વઘે છે.ખુશ રહેવાથઈ તમારા આજુબાજુ રહેતા લોકો પણ ખુશ રહે છએ અને દરેક લોકોના વિચારો પણ સકારાત્મક બને છે
ખુશ રહેવાથી શરીરની ઘણી બીમારીઓ આપમેળે દૂર થતી જાય છે અને ખુશ રહેવાથી હ્દ્યનું લોહી પણ સારી રીતે ફરતું રહે છે,માથાનો દુખાવો પણ મટે છે
ખુશ રહેવા આટલું કરો
આજના આધુનિક જનામાં લોકો પરિવાર માટે પુરતો સમય ફાળવી શકતા નથી. જેથી ખુશ રહેવા અને આનંદ મેળવવા માટે લાફીંગ કલબમાં જાય છે. આપણે ખુશ રહેવા માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે. તેમજ ખુશ રહેવા માટે ટીવી, સિનેમા અને મોબાઈલ જેવાના ઉપકરણોનો સહારો લઈએ છીએ. પરંતુ હવે ખુશ રહેવા માટે બીજાનો લોકો આજના આધુનિક જમાનામાં લોકો શું કહેશે તેની ચિંતાને છોડીને પોતાને પસંદ હોય તે કામ કરવું જોઈએ. જો અન્ય ફિલ્ડમાં કામ મળે તો પણ હતાશ થયા વિના ઈમાનદારી પૂર્વક કામ કરવું જોઈએ, તણાવને દૂર કરવા માટે આપણે નિયમિત હાસ્ય પ્રોગ્રામ અને મૂવી જોઈએ. દુઃખી અને હિંસાત્મક પ્રોગ્રામ જોવાનું ટાળવું જોઈએ.દરરોજ થોડો સમય પુસ્તકો માટે ફાળવો જોઈએ. નિયમિક પ્રેરણાત્મક પુસ્તકોના વાંચનથી પોઝિટિવ એનર્જી મળશે.દરરોજ શરીરને પુરતો આહાર મળી રહે તે માટે યોગ્ય ખોરાકની સાથે પુરતો આરામ લેવો જોઈએ. જેથી થાક અને નિરાશા દૂર થશે. આ ઉપરાંત હકારાત્મક રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.