- કોરોનામાં મોટી રાહત
- છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર 10હજાર કેસ
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારી વર્તાઈ રહી હતી, દેશભરમાં કોરોનાના કેસો વધ્યા હતા પ્રથમ લહેર બાદ કોરોનાની બીજી લહેર ઘાતકી અને દીવલેણ બની હતી જેને લઈને અનેક નિષ્ણાંતોએ ત્રીજી કોરોનાની લહેરની શંકા વ્યક્ત કરી હતી,જો કે હવે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે જેને લઈને ત્રીજી લહેરની શંકાો ઘટી છે.
ભારતમાં કોરોના સંક્રમણની ગતિ હવે સતત ધીમી પડેલી જોવા મળી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જારી કરેલા આંકડાઓન જો વાત કરવામાં આવે તો તે અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 10 હજાર 423 નવા કેસ નોંધાયા છે.જે છેલ્લા 6 મહિનાની સરખામણીમાં ખૂબ જ ઓછા કહી શકાય.
આ સાથે જ કોરોનાના 15 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે જેમણે કોરોનાને માત આપી છે, જો મૃત્યુના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 443 દર્દીઓએ કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.એપ્રિલ મહિના પહેલા કોરોનાના નોંધાતા દર્દીઓની સંખ્યા 10 હજારથી વધુ જોવા મળતી હતી જેને લઈને કહી શકાય કે હવે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે.
જો કે હાલ દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે એટલે આપણે દરેકે સતર્ક રહેવાની જરુર છે,કોરોના હજી ગયો નથી માત્ર કેસો ઘટ્યા છે જેથી માસ્ક પહેરવું, શારીરિક અંતર જાળવવું. ભીડ એકઠી ન થવા દેવી વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે.