- 108 રાજદ્રારીઓ એ પીએમને લખ્યો પત્ર
- પીએમને સંબોઘીને લખવામાં આવ્યું કે દેશ રાજનીતિ બંધ થવી જોઈએ
દિલ્હીઃ- થોડા સમય પહેલા પૂર્વ રાજદ્રારીઓ મારફત પીએમ ને પત્ર લખીને અનેક મામગણીઓ કરવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે હવે ફરી આ પત્ર લખનારી ટોળકી સક્રિય થઈ છે, પ્રાત્પ જાણકારી મુજબ પૂર્વ રાજદ્વારીઓએ પીએમ મોદીને ફરી પત્ર લખ્યો છે.
આ પત્રમાં પૂર્વ ગૃહ સચિવ જેકે પિલ્લઈ, દિલ્હીના પૂર્વ રાજ્યપાલ નજીબ જંગ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના મુખ્ય સચિવ ટીકેએ નાયર, પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન, પૂર્વ વિદેશ સચિવ સૂરજા સિંહ સહિત 108થી વધુ લોકોએ પીએમ મોદીને આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે
દેશમાં હાલ વિવિધ મુદ્દાઓ પર ચાલી રહેલા હોબાળા વચ્ચે ફરી આ 108 રાજદ્રારીઓ એ લખેલા પત્રમાં PM નરેન્દ્ર મોદીને પ કહ્યું છે કે દેશમાં નફરતની રાજનીતિ બંધ થવી જોઈએ. પીએમ મોદીને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમારું મૌન બહુ મોટા સંકટને જન્મ આપી શકે છે.
જાણો શું લખ્યું છે આ પાત્રમાં
ભૂતપૂર્વ રાજદ્વારીઓએ પત્રમાં લખ્યું, ‘આ વર્ષે અમે સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યા છીએ, અમે આશા રાખીએ છીએ કે વડા પ્રધાન પક્ષપાતી વલણમાંથી બહાર રહે અને દરેક સાથે સમાન વર્તન કરે. આ વાતાવરણમાં તમારું મૌન સમાજમાં મોટા સંકટને જન્મ આપી શકે છે.
પત્રમાં આરોપ લગાવતા કહેવામાં આવ્યું છે કે, ‘આપણા દેશના સ્થાપક નેતાઓ દ્વારા બનાવવામાં આવેલી બંધારણીય ઢાંચાને તોડવામાં આવી રહ્યું છે. આ બાબતે લોકોમાં ઘણો ગુસ્સો અને પીડા જોવા મળે છે, તેથી તેઓ તેમના મનની વાત કરવા અને પોતાનું દુ:ખ વ્યક્ત કરવા માટે મજબૂ બન્યાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમો સામે હિંસા વધી છે. ખાસ કરીને આસામ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં પોલીસ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે.