Site icon Revoi.in

ભારતીય નૌકાદળ માટે ઇલેક્ટ્રીક પ્રોપલ્શન સિસ્ટમની ડિઝાઇન અને વિકાસ પર સહકાર માટે બ્રિટનની સાથે ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર

Social Share

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ માટે ઇલેક્ટ્રીક પ્રોપલ્શન સિસ્ટમ્સની ડિઝાઇન અને વિકાસ પર સહકાર પર એક ઉદ્દેશ્ય પત્ર (Statement of Intent – SoI) પર પોર્ટ્સમાઉથમાં ભારત અને બ્રિટનના સંરક્ષણ મંત્રાલયો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ હસ્તાક્ષર ઇલેક્ટ્રીક પ્રોપલ્શન ક્ષમતા ભાગીદારીની ત્રીજી સંયુક્ત કાર્યકારી જૂથની બેઠકનો ભાગ હતો, જે સ્વદેશી વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

આ એસઓઆઈ ભવિષ્યના નૌકાદળના જહાજો માટે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન ક્ષમતાની સહ-ડિઝાઇન, સહ-નિર્માણ અને સહ-ઉત્પાદનમાં સહકાર માટેના એક વ્યાપક માળખા તરીકે સેવા આપશે. લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક્સ જેને ભારતીય શિપયાર્ડમાં બાંધવાની યોજના છે, જેમાં સંપૂર્ણ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમની કલ્પના કરવામાં આવી છે.

સંયુક્ત સચિવ (નેવલ સિસ્ટમ્સ) શ્રી રાજીવ પ્રકાશ અને બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયના જહાજ સંચાલન તેમજ ક્ષમતા એકીકરણ ડાયરેક્ટર રીઅર એડમિરલ સ્ટીવ મેકકાર્થી વચ્ચે ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા તથા તેનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.