Site icon Revoi.in

લેઉવા પાટિદાર સમાજ માત્ર આર્થિક ક્ષેત્રે જ નહીં, રાજકારણમાં પણ અગ્રેસર છેઃ નરેશ પટેલ

Social Share

પાટણ: જિલ્લાના સંડેર ગામ પાસે કાગવડ જેવું જ ખોડલધામ બનાવાશે. જેના ખાતમૂહુર્ત માટે મળેલી બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એવો હુંકાર કર્યો હતો. કે, ગુજરાતમાં લેઉવા સમાજ જે તરફ જાય તે તરફ રાજકારણ ઢળે છે. સમાજ પાસે પૈસાની ઉણપ નથી. લેઉવા સમાજ માત્ર આર્થિક ક્ષેત્રે જ નહીં, રાજકારણમાં પણ ગુજરાતનું કરોડરજ્જુ છે.

ઉત્તર ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રથમ ખોડલધામ પાટણના સંડેર પાસે નિર્માણ પામશે. જેના ખારમૂહુર્ત માટે મળેલી બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે,  લેઉવા પટેલ સમાજ ન માત્ર ઇકોનોમિક પરંતુ પોલિટિકલ કરોડરજ્જુ પણ છે. ગુજરાતમાં લેઉવા પટેલ સમાજ જે તરફ જાય છે તે તરફ રાજકારણ ઢળે છે. લેઉવા પટેલ સમાજ પાસે પૈસાની ઉણપ નથી, પુષ્કળ રૂપિયા છે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ પણ બનાવાશે.

સૌરાષ્ટ્રના કાગવડ જેવુ જ પાટણના સંડેરમાં ખોડલધામ નિર્માણ પામશે. ખોડલ માતાજીનું ભવ્ય મંદિર બનાવવા માટે 22મી ઓક્ટોબરે નવરાત્રીની આઠમના દિવસે ખાતમુહૂર્ત કરાશે. જે અંગે મંગળવારે મિટીંગ મળી હતી. ખાતમુહૂર્તમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહેશે

ઉત્તર ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રથમ ખોડલધામ પાટણના સંડેર પાસે નિર્માણ પામશે. સાથે શૈક્ષણિક સંકુલ અને કૃષિ સંશોધન કેન્દ્ર પણ બનશે. લેઉવા પટેલના કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણના સંડેરમાં નિર્માણ પામશે. 22મી ઓક્ટોબર અને આઠમના દિવસે ભવ્ય ખોડલધામનું ખાતમુહૂર્ત થશે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ પણ બનશે. ખોડલધામના ખાતમુહૂર્તના આયોજન અંગે  એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠક ખોડલધામના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી.  સામાજિક અગ્રણી અનારબેન પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ઉત્તર ગુજરાતના પાટીદાર સંગઠનોના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહેશે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહેશે. NCPના નેતા અને સાંસદ પ્રફુલ પટેલ અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.