ભાવનગરઃ જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની નોકરી માટે બહાર પડાયેલી જુદી જુદી જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે.સરકારી નોકરીઓ માટે હાલમાં અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી રહે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ લાયબ્રેરીના અભાવે તૈયારી કરી શકતા નથી અને ગ્રામ્યના લોકો પણ વાંચનનો શોખ પુરો કરી શકતા નથી. જેથી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અને ગ્રામ્યજનોની વાંચનભુખ સંતોષવા માટે ભાવનગર તાલુકા પંચાયતના અધિકારી કર્મચારીઓ દ્વારા જુદા જુદા ગામોમાં અભિયાન હાથ ધરીને ગામડાંઓમાં વાંચનાલયો બનાવવામાં આવશે.
ભાવનગર તાલુકાના કર્મચારીઓ દ્વારા જોબ ચાર્ટ બહારનું સેવાકિય કામ હાથ ધર્યુ છે. ગામડાઓમાં ગ્રામ્યજનો અને વિદ્યાર્થીઓને વાંચન સામગ્રીનો અભાવ જોવા મળે છે. શહેર જેટલી સુવિધા ગામડાઓમાં મળતી નથી. પરંતુ ગ્રામ્યના યુવક યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી માટે વાંચવા પુસ્તકો મળી રહે અને ગ્રામ્યના લોકોને સારૂ વાંચન મળે તે ઉદ્દેશ થી જુદા જુદા ગામોમાં વાંચનાલયો બનાવવાનુ આયોજન છે. જે માટે ભાવનગર તાલુકા પંચાયતના અધિકારી કર્મચારીઓ દ્વારા જે લોકો પાસે બીન ઉપયોગી, સારા, સંસ્કારી વાંચનના અને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકો હોય તેઓ પાસેથી મેળવી ગામડાઓમાં ઉભા કરાનાર વાંચનાલયોમાં રાખવામાં આવશે.
ભાવનગર શહેર અને જિલ્લામાંથી જે કોઈ પુસ્તક પ્રેમીને ગ્રામ્યજનોની વાંચન ભુખ સંતોષવાની ઇચ્છા હોય તેઓએ નિયત સ્થળે પહોંચાડવા અથવા તો રૂબરૂ પણ તેઓ દ્વારા લઈ જવામાં આવશે. જે કોઈ પુસ્તકો આપવા ઈચ્છુક હોય તેઓએ ભાવનગર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી કલ્પેશભાઈ ભટ્ટ મોં.નં.7990847822, તલાટી મંત્રીઓ આનંદભાઈ ખસીયા મો.9099435335, અમીતભાઈ પંડ્યા મો. 9978997011, વત્સલભાઈ દવે મો.8160632518, સંજયભાઈ માણીયા મો.8849841826 અને યુવરાજસિંહ ગોહિલ મો.9978997011 પર સંપર્ક કરવાથી પુસ્તકોની વ્યવસ્થા કરી આપશે.