Site icon Revoi.in

અમદાવાદની સાબરમતી જેલમાં પુસ્તકાલય કેદીઓ માટે પરબ સમાન, કેદીઓ પણ વાંચનના રસિયા બન્યા

Social Share

અમદાવાદ: સારા પુસ્તકો જીવનના ઘડતર માટે મહત્વનો ફાળો આપતા હોય છે. સારા વાંચનથી સારા વિચારોનું ભાથુ મળી શકે છે. આજનાં મોબાઇલ, સિનેમા તથા ઇન્ટરનેટનાં યુગમાં લોકોની વાંચન તરફની રૂચી ઘટતી જાય છે. જેના કારણે લોકો નવરાશની પણોમાં મોબાઇલ પર ચેટીંગમાં કે ટીવી પર નકામું જોવામાં સમય પસાર કરે છે. ત્યારે અમદાવાદમાં સાબરમતી જેલમાં કેદીઓ વાંચન તરફ વળે અને વાંચનની રૂચી કેળવાય તે હેતુથી અનોખી પુસ્તક પરબ ખોલવામાં આવી છે. તેનો સાબરમતી જેલના કેદીઓ સારોએવો લાભ લઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરની સાબરમતી જેલમાં પુસ્તકોની પરબ ખોલવામાં આવી છે. બેંગ્લોરની સત્સંગ સંસ્થા દ્વારા અલગ અલગ પુસ્તકો જેલની લાયબ્રેરી માટે આપવામાં આવ્યા હતા. સાબરમતી જેલમાં મોટી સંખ્યામાં કેદીઓ વર્ષોથી જેલવાસ ભોગવી રહ્યા છે. આ પુસ્તકનું વાંચનના લીધે તેઓને આધ્યાત્મિક, સામાજિક જ્ઞાન વધે તે માટે પુસ્તકો આપવામાં આવ્યા હતા.આ પુસ્તકોમાં જેલના પુસ્તકો કે જેમાં દેશની વિવિધ જેલો અંગેની માહિતી આપવામાં આવી છે. તે પણ આ લાયબ્રેરીમાં મકવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં જેલના કેદીઓ, જેલ સુપ્રિટેન્ડેન્ટ અને સત્સંગ સંસ્થાના સભ્યો પણ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક એવી જેલો છે જેનો ઐતિહાસિક ઇતિહાસ જાણવા કોઈ ચોક્કસ પુસ્તક ગુજરાતમાં નહોતું જે તમામ બાબતો માહિતી પુસ્તકમાં સમવવામાં આવી છે. ઘ જેલ પુસ્તકમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ગામડે-ગામડે, નેસડે-નેસડે ફરીની લોકકથાઓ-લોકસાહિત્યનું પૃથ્થકરણ કરીને એકત્ર કર્યા હતા, તે જ પરિપાટીએ જેલની વાતોમાં પણ ઇતિહાસ રોમાંચને ઊજાગર કરવાની વાતોને પુસ્તક સ્વરૂપે વધુ સંકલીત કરીને લોકો સમક્ષ મુકાય છે. એટલું જ નહીં જેલોના વાતાવરણ, જેલર અને જેલ સ્ટાફની કામગીરીને વધુ સમાજોપયોગી બનાવવામાં નવી દિશા પણ પુસ્તકમાંથી મળશે.