Site icon Revoi.in

લેફ્ટન જનરલ મનોજ પાંડે એ સેનાના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો – જનરલ નરવણેની લીઘી જગ્યા

Social Share

 

દિલ્હીઃ- લેફ્ટન જનરલ મનોજ પાંડે નવા આર્મી ચીફ તરીકે નિમાયા બાદ આજરોજ તેમણે તેમની સત્તાનો કાર્યભઆર સંભાળ્યો છે. જનરલ એમએમ નરવણે કે જેઓ નિવૃત્ત થયા છે  તેમનું સ્થાન મનોજ પાંડે લીધુ હતું જનરલ મનોજ પાંડે આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળનાર કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના પ્રથમ અધિકારી બન્યા છે.

ઉલ્લેખનીય છે કે લેફ્ટન જનરલ મનોજ પાંડે આ પહેલા ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડિંગ ઓફિસર પણ રહી ચૂક્યા છે અને તેઓ આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફનું પદ પણ સંભાળી ચૂક્યા છે. લેફ્ટન જનરલ મનોજ પાંડેને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવી ચૂક્યો છે.

જનરલ મનોજ પાંડેને ડિસેમ્બર 1982માં બોમ્બે સેપર્સ, કોર્પ્સ ઓફ એન્જિનિયર્સની રેજિમેન્ટમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા. તે સ્ટાફ કોલેજ, કેમ્બરલી, યુકેનો પણ એક ભાગ રહી ચુક્યો છે.

આ સાથે જ અભ્યાસક્રમ પૂરો કર્યા પછી તેઓ ભારત પાછા ફર્યા અને ઉત્તરપૂર્વ ભારતના માઉન્ટેન બ્રિગેડના બ્રિગેડ મેજર તરીકે નિયુક્ત થયા. લેફ્ટનન્ટ કર્નલના હોદ્દા પર પહોંચ્યા પછી, તેમણે ઇથોપિયા અને એરિટ્રિયામાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં મુખ્ય ઇજનેર તરીકે સેવા આપી.

લેફઅટન જનરલ પાંડેનો જન્મ ડૉ. સી.જી. પાંડે અને પ્રેમાને ત્યાં થયો હતો, જેઓ ઓલ ઈન્ડિયા રેડિયોના ઉદ્ઘોષક અને હોસ્ટ હતા. તેમનો પરિવાર નાગપુરનો રહેવાસી છે. પ્રારંભિક શાળાકીય શિક્ષણ પછી. જનરલ મનોજ પાંડે નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાયા હતા ત્યાથી તેમના સફરની શરુાત થી હતી. એનડીએ પછી, તેઓ ભારતીય મિલિટરી એકેડમીમાં જોડાયા અને અધિકારી તરીકે કમિશન લીધું. તેમણે 3 મે 1987ના રોજ સરકારી ડેન્ટલ કોલેજના ગોલ્ડ મેડલિસ્ટ અર્ચના સલ્પેકર સાથે લગ્ન કર્યા.