Site icon Revoi.in

ભારતમાં લોકોનું આયુષ્ય વધ્યું,1970માં લોકોની સરેરાશ ઉંમર 47 હતી

Social Share

એક સમય ભારત દેશમાં એવો હતો કે સમસ્યાનો ઢગળો હતો અને ઈલાજ માટે એટલા મોટા પ્રમાણમાં સ્ત્રોત ન હતા. લોકો આવી ગંભીર બીમારીઓ તથા કેટલીક જીવન જરૂરીયાત સુવિધાઓ ન મળવાના કારણે વહેલા મૃત્યુ પામતા હતા પણ હવે તે આંકડો બદલાઈ ગયો છે અને તેમાં ઘણો સુધારો જોવા મળ્યો છે.

WHOના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા કેટલાક દાયકામાં અનેક પ્રકારે સુધારા આવ્યા છે અને તેના કારણે લોકોને ઘણો ફાયદો થયો છે, WHOના કહેવા પ્રમાણે વર્ષ 1970 માં જ્યાં લોકો 47 વર્ષ સુધી જીવતા હતા તો હવે (2020 ના આંકડા અનુસાર) એક ભારતીયની સરેરાશ ઉંમર વધીને 70 વર્ષ થઇ ગઇ છે. મહિલાની સરેરાશ 24 વર્ષ વધી ગઇ છે જ્યારે પુરૂષોની સરેરાશ ઉંમર 20 વર્ષ વધી છે. આ મુજબ ભારતમાં મહિલાઓની સરેરાશ ઉંમર 71 વર્ષ અને પુરૂષોની સરેરાશ ઉંમર 68 વર્ષ છે. જોકે શ્રીલંકામાં સરેરાશ ઉંમર 74 વર્ષ અને ચીનમાં સરેરાશ ઉંમર 75 વર્ષ છે.

ભારતીયોની સરેરાશ ઉંમર તો વધી છે પરંતુ સારવારનો ખર્ચ લોકોના બજેટથી બહાર હોય છે. કુલ મળીને ભારતે હેલ્થ કેર ક્ષેત્રમાં ખૂબ ઓછું કામ કર્યું છે પરંતુ હજુપણ ઘણા બધા કામ કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે 2005માં આયરનની ઉણપ ભારતીયોમાં કુપોષણ સૌથી મોટું કારણ હતું. તેમાં ફેરફાર આવ્યો નથી. આ પ્રકારે મોબાઇલ ફોનની સાઇડ ઇફેક્ટ અને કોર્પોરેટ નોકરીઓના લીધે બીજા નંબર પર ભારતીય માંસપેશીઓના દુખાવા, કમર અને ગરદનના દુખાવાથી પરેશાન છે. જોકે 15 વર્ષમાં ડિપ્રેશન ચોથા નંબરની બિમારીથી ત્રીજા નંબરની બિમારી બની ગઇ છે.