Site icon Revoi.in

ઓપરેશન ગંગામાં હવે એરલાઈન્સ ઈન્ડિગો પણ થશે સામેલ – યુક્રેનથી ભારતીયોને વતન લવાશે

Social Share

દિલ્હીઃ-  રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને કારણે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયા છે કેટલાક લોકોને એર ઈન્ડિયાના માધ્યમથી દેશમાં હેમખેમ પરત લાવવામાં આવ્યા છે  ત્યારે હવે ઓપરેશન ગંગામાં ઈન્ડિગો એરલાઈનનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈન્ડિયો યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે બુડાપેસ્ટ માટે બે ફ્લાઈટનું સંચાલસન કરશે. એક અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે આ એર સોમવાર અને મંગળવારે દિલ્હીથી રવાના થશે. પહેલા આ ફ્લાઈટ્સ ઈસ્તાંબુલ જશે અને પછી હંગેરીના બુડાપેસ્ટ પહોંચશે. બદલામાં આ વિમાનો ઈસ્તાંબુલ થઈને દિલ્હી આવશે.

યુક્રેન અને રશિયા વચ્ચેનો સંઘર્ષ તીવ્ર થતાં ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવી રહી છે. એર ઈન્ડિયા હાલમાં નાગરિકોને પરત લાવવા માટે બચાવ ફ્લાઈટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે યુક્રેનમાં ફસાયેલા 688 ભારતીય નાગરિકોને રવિવારે એર ઈન્ડિયાની વધુ ત્રણ ફ્લાઈટ્સ દ્વારા રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટ દ્વારા પરત લાવવામાં આવ્યા હતા. દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે લગભગ 13 હજાર  ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને સરકાર તેમને વહેલામાં વહેલી તકે પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે રશિયાના આક્રમણ બાદ શનિવારથી અત્યાર સુધીમાં કુલ 907 નાગરિકોને યુક્રેનથી ભારત પરત લાવવામાં આવ્યા છે. ‘ઓપરેશન ગંગા’ હેઠળ બુખારેસ્ટથી 219 લોકોને લઈને પહેલું વિમાન શનિવારે મુંબઈ પહોંચ્યું હતું. 250 ભારતીય નાગરિકોને લઈને બીજી ફ્લાઈટ બુખારેસ્ટથી રવાના થઈ હતી અને રવિવારે બપોરે 2.45 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

આ સાથે જ બુકારેસ્ટથી ત્રીજી ઇવેક્યુએશન ફ્લાઇટ 240 લોકોને લઇને રવિવારે સવારે 9.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. આ પછી 198 ભારતીય નાગરિકો સાથે બુખારેસ્ટથી ટાટા ગ્રૂપ સંચાલિત બીજી ફ્લાઈટ સાંજે 5.35 વાગ્યે દિલ્હી પહોંચી હતી.