- ઘણા લોકોને ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરવાની આદત હોય છે
- જો કે ટોયલેટમાં સેલફોનનો ઉપયોગ આરોગ્ય માટે સૌથી વધુ ખતરનાક
- તેનાથી નેચરલ કોલની સ્થિતિમાં પણ અવરોધ પેદા થાય છે
લંડન: ઘણા લોકોને ટોયલેટમાં પણ ફોનનો ઉપયોગ કરવાની આદત હોય છે, આ સમય તેઓ ટોયલેટમાં ચેટિંગ, ન્યૂઝ ફીડ, સોશિયલ મીડિયા સાઇડ્સ પર સમય વિતાવે છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે ટોયલેટમાં સેલફોનનો ઉપયોગ આરોગ્ય માટે સૌથી વધુ ખતરનાક છે. તેનાથી નેચરલ કોલની સ્થિતિમાં પણ અવરોધ પેદા થાય છે. એટલું જ નહીં ટોયલેટ ફ્લશ કરવામાં આવે ત્યારે આરોગ્યને નુકસાન કરતા જીવાણુઓ ઝડપથી ફેલાઇને ફોન પર ચોંટી જાય છે. ટોયલેટ રૂમમાંથી બહાર આવ્ય બાદ જે રીતે હાથને ધોઇ શકાય છે તે રીતે સ્માર્ટફોનને ધોઇ શકાતો નથી. મોબાઇલને કપડાંથી લુછવામાં આવે તો પણ માઇક્રો જર્મ્સ તેના બાહ્ય પાર્ટ્સ પર રહી શકે છે.
બીજી તરફ ક્યારેક તો આ સેલફોન લઇને યૂઝર્સ ટેબલ પર નાસ્તો કરવા બેસી જાય છે જેનાથી આરોગ્ય જોખમાઇ શકે છે. આવો સેલફોન બીજાની સાથે શેર કરવો એ પણ જોખમી હોવાથી ટોયલેટ જતી વખતે ઉપયોગ ના કરવો હિતાવહ છે.
ટોયલેટ સીટ,હેન્ડલ,ટેપ અને સિન્ક પર ડેન્જરર્સ ડિસિઝને પેદા કરનારા ઇ કોલા સહિતના જર્મ રહેલા હોય છે. જેનાથી યુરિન ટ્રેક ઇન્ફેકશન,ડાયેરિયા અને કોન્ટેજીયસ રેસપિરેટરી ઇન્ફેકશન (સીઆરઆઇ) થવાની પણ શકયતા રહે છે. આ ઉપરાંત કેટલાકને બાથરુમમાં મિરર સેલ્ફી લેવાની ટેવ હોય છે. ટોયલેટ કયુબિકની વિઝીટ પહેલા અને પછી હાથ બરાબર સાફ કરીને પછી જ મોબાઇલ હાથમાં લેવો જોઇએ.વિવિધ પ્રકારના કન્ટામિનેશનથી બચી શકાય તે માટે મોબાઇલને હંમેશા પોકેટ કે ખાસ બેગમાં જ રાખવો જોઇએ.
(સંકેત)