Site icon Revoi.in

કોરોના કાળમાં લોકો સ્માર્ટફોનના આદી, સ્માર્ટફોન પર 25 % વધુ સમય વેડફી રહ્યા છે

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા લાગૂ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનમાં અને તેના પછી પણ લોકો ઘરથી બહાર જવાનું હજુ પસંદ નથી કરી રહ્યા. કોરોના લાઇફ સ્ટાઇલને કારણે દેશમાં સ્માર્ટફોન પર વિતાવવામાં આવતા સમયમાં વર્ષ 2019ની સરખામણીએ 25 ટકાની વૃદ્વિ થઇ છે. મોબાઇલ કંપની વીવો અને સીએમઆર તરફથી કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, દેશમાં સ્માર્ટફોન પર સરેરાશ ટાઇમ સ્પેન્ટ 6.9 કલાક પ્રતિદીન થઇ ગયો છે. રિપોર્ટ અનુસાર, કોરોનાને કારણે વર્ક ફ્રોમ હોમ, સ્ટડી અને એન્ટરટેઇનમેન્ટ કારણે ટાઇમ સ્પેન્ટમાં વૃદ્વિ થઇ છે.

અહેવાલ અનુસાર, સ્માર્ટફોનનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ખર્ચવામાં આવેલા સમયમાં 55 ટકા વૃદ્વિ થઇ છે. તે જ રીતે, ગેમિંગમાં ખર્ચવામાં આવતા સમયમાં 45 ટકાનો વધારો થયોછે. સૌથી નવાઇની વાત એ છે કે ફોટો અથવા સેલ્ફી લેવા માટેનો સરેરાશ સમય, જે દરરોજ 14 મિનિટથી વધીને 18 મિનિટ થઇ ગયો છે.

આ સ્ટડી રિપોર્ટ 15 થી 45 વર્ષની વય જૂથના 2000 ઉત્તરદાતાઓના અભ્યાસ પર આધારિત છે. અભ્યાસમાં બેંગાલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણેના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આમાં 70 ટકા પુરુષો અને 30 ટકા મહિલા ઉત્તરદાતાઓ સામેલ હતા.

નોંધનીય છે કે, સ્માર્ટફોન એ એક વિશેષ ટૂલ છે. ખાસ કરીને કોવિડની સ્થિતિમાં જ્યારે આપણને સ્માર્ટફોન વિના કોઈ કામ નહોતું. જો કે, મોડરેશન સિવાયના સ્માર્ટફોનનો ઉપયોગ પ્રતિકૂળ અસર ધરાવે છે. તેથી જ આ અભ્યાસ કરાયો છે. વર્ષ 2020માં સ્માર્ટફોન પર ખર્ચવામાં સરેરાશ સમય 2019 કરતા વધુ ઓર્ગેનિક ગ્રોથ રહ્યો છે. જો કે, કોવિડ-19ને કારણે અમુક ટ્રેન્ડને ગતિ મળી છે.

(સંકેત)