Site icon Revoi.in

સુરતના સચિન જીઆઈડીસીમાં લિફ્ટ દૂર્ઘટના, બે શ્રમજીવીના મોત

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ઔદ્યોગિક સંસ્થામાં લિફ્ટ દૂર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 3 શ્રમજીવીઓને ગંભીર ઈજા થઈ હતી. આ દૂર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે એક શ્રમજીવીની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. ટેકનીકલ ખામી સર્જાતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સચિન જીઆઈડીસીમાં એક કંપનીમાં કર્મચારીઓ લિફ્ટમાં કેટલોક સામાન લઈ જતા હતા. દરમિયાન અચાનક લિફ્ટ તુટી પડી હતી. સામાન ઉપર ચડાવતી લખતે લિફ્ટ તુટી પડતા નાસભાગ મચી ગઈ હતી. તેમજ અન્ય સ્ટાફ પણ એકત્ર થઈ હતો. આ ઉપરાંત બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. આ દૂર્ઘટનામાં 3 શ્રમજીવીઓને ગંભીર ઈજા થઈ હતી.

લિફ્ટ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 3 શ્રમજીવીઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે શ્રમજીવીઓના સારવાર દરમિયાન મોત થયાં હતા. જ્યારે એક શ્રમજીવીની હાલ ગંભીર હોવાનું જાણવા મળે છે.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તથા વહીવટી તંત્ર ઘટના સ્થળ પર દોડી ગયું હતું. પોલીસે બંને મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યારે આ દૂર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ શરૂ કરી છે. ટેકનિકલ ખામીને કારણે આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે.