- દિલ્હીમાં વરસાદની શક્યતાઓ
- આજે દિવસભર વાદળછાું રહેશે વાતાવરણ
- હવામાન વિભાગે આગાહી કરી
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે,તો ઓજરોજ રવિવારે રાજધાની દિલ્હીના વિવિધ ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેના કારણે આવનારા ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. બીજી તરફ, શનિવારે દિલ્હીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી વધુ નોંધાયું હતું.જેના કારણે હવે દિલ્હીમાં ઠંડીનો ચમકારો પણ વધશે.
વિતેલા દિવસને શનિવારે સવારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં આછું ધુમ્મસ જોવા મળ્યું હતું. જો કે, જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ તડકો આવ્યો હતો. સવારે ધુમ્મસને કારણે સફદરજંગ વેધર સ્ટેશન પર વિઝિબિલિટી લેવલ ઘટીને 600 મીટર થઈ ગયું હતું. પરંતુ સૂર્ય નિકળતાની સાથે જ વિઝિબિલિટીનું સ્તર વધી ગયું હતું.
આ સાથે જ વિતેલા દિવસે બપોરે 2.30 વાગ્યા પછી વિઝિબિલિટી લેવલ 3.5 કિમી હતું જે ઘણું સારું માનવામાં આવે છે. તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થયો હતો. સફદરજંગ હવામાન કેન્દ્રમાં મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે હતું.તો બીજી તરફ લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રવિવારે દિલ્હીના હવામાનમાં પલટો આવશે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે, ખાસ કરીને સાંજે લરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન 22 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.