હરિયાણામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા, 2.5ની નોંધાઈ તીવ્રતા
- હરિયાણામાં ભૂકંપના આંચકા
- 2.5ની નોંધાઈ તીવ્રતા
- કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં
ઝજ્જર:દેશ-વિદેશના કેટલાક વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ અનુભવાતા હોય છે,જોકે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા વારંવાર અનુભવાતા હોય છે ત્યારે આજે સવારે હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મળતી માહિતી મુજબ, હરિયાણાના ઝજ્જરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આ આંચકા સવારે 7.08 વાગ્યે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.5 હતી.જોકે,આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.ભૂકંપના આંચકા હળવા હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હજુ ગઈકાલે સવારે આંદામાન અને નિકોબાર ટાપુ નજીક ભૂકંપના આચંકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 5 જૂન સોમવારે સવારે દિગલીપુરના આંદામાન અને નિકોબાર ટાપુ નજીક રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ભારતના આંદામાન અને નિકોબાર ટાપુ, દિગલીપુરથી 229 કિમી ઉત્તરમાં નોંધવામાં આવ્યું હતું. ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યેને 40 મિનિટે આવ્યો હતો. ભૂકંપ સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.