- હોળીનો પાવન પર્વ શરીરના રોગોનો નાશ કરે છે
- હોળીનો પણ એક અનોખો મહિમા
ભારતમાં અવનવા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, દરેક તહેવારોની કંઈકને કંઈક ખાસ વિશેષતાઓ રહેલી છે, ત્યારે આજે સમગ્ર દેશમાં હોળીનો ઉત્સવ મનાવવામાં આવશે, અનેક તહેવારની ઉજવણી માનવજીવન અને પ્રકૃતિનાં સબંધ તથા અનુકૂલનને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી હોય છે.
જેમાં ખાસ કરીને નવાવર્ષમાં વસંતઋતુની શરૂઆતમાં વસંતપંચમી બાદ હોળીની ઉજવણી કરવામાં આવે છે.સૂર્યની ઉત્તરાયન તરફની ગતિને પરિણામે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમ્યાન સૂર્યના કિરણોની પ્રખરતા વધતી જોવા મળે છે. ‘મહા’ મહિનામાં ઠંડીનું પ્રમાણ વધે છે. તાપમાનમાં ઘટાડો અને પવનની ગતિ પણ વધુ અનુભવાય છે.
આ સમયગાળા બાદ ફાગણ મહિનામાં સૂર્યના કિરણોની અસરથી તાપમાન ઘટતા સવાર અને સાંજે ઠંડી અને બપોરનાં સમયે સૂર્યની પ્રખરતાને પરિણામે વધેલા તાપમાનથી ‘બેવડી ઋતુનો અનુભવ થાય છે.
હોળી આસપાસના દિવસોમાં શરદી, ખાંસી, શ્વાસ, ચામડીમાં એલર્જી થવી, શીળસ, ફોડકીઓ થવી, શિયાળામાં કકડીને લાગતી ભૂખ ઓછી થઇ જવી, એસિડિટી, અપચો જેવી શારીરિક અસર અનુભવાય છે. આ નાની-મોટી સમસ્યા થવા માટે વાતાવરણની શરીર પર થતી અસરથી ત્રિદોષમાં થતાં ફેરફાર જવાબદાર ગણાતા હોય છે.
હોળીના દિવસે ‘પ્રહલાદ અને હોલિકા’ સાથે જોડાયેલી અસત્ય પર સત્યના વિજયની કથાને અનુલક્ષીને સાંજે લાકડા, છાણાનો ઢગલો ચારરસ્તા કે ચોક પર કરી અને હોળી પ્રગટાવવામાં આવે છે. અગ્નિને ચણા, ધણી, ખજૂર, નારિયેળ હોમી, પાણી રેડી પ્રદક્ષિણા કરવામાં આવે છે.
આ સાથે જ પરિવારોમાં જન્મેલા નાના બાળકોની પ્રથમ હોળી ઘૂમધામથી મનાવાઈ છે, હોળીની પ્રદક્ષિણા દરમ્યાન અગ્નિના તાપની અસરથી શરીરમાં ખાસ કરીને ફેફસાં, સાયનસમાં જમા થયેલો કફ પીગળી અને સહેલાઈથી બહાર આવી શકે છે.સામાજિક મેળાવડાના વાતાવરણમાં આનંદદાયક વાતાવરણની મનોદૈહિક સારી અસર થાય તે પણ સ્વાભાવિક છે.
સાહિન-