Site icon Revoi.in

રાણી કમલાપતિ રેલવે સ્ટેશનની જેમ દેશના 200 રેલવે સ્ટેશનનો કરાશે વિકાસ

Social Share

ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાણી કમલાપતિ રેલવે સ્ટેશન દેશને સમર્પિત કરવામાં આવશે. દેશના પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનની જેમ આગામી દિવસોમાં 200 જેટલા સ્ટેશનોને ડેવલોપ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આધુનિક સુવિધાઓથી સજ્જ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન જનતાનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ઈન્દોર-ઉજ્જૈન-ઈન્દોર મેમુ ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો. આ પરાંત ઉજ્જૈન ફતેહગઢ ચંદ્રાવતીગંજ બ્રોડગેજ રેલ ખંડ અને બોપાલ બરખેડા રેલખંડની ત્રીજી લાઈનની શરૂઆત કરી હતી. રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ઉપર પ્રવાસીઓ માટે મોડર્ન ટોયલેટ, મ્યુઝિયમ, ગેમિંગ ઝોન અને ક્વોલિટી ફુટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ પ્રવાસીઓને રેલવે સ્ટેશન ઉપર એરપોર્ટ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

પીએમ મોદીએ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનની શરૂઆતને અભુતપૂર્વ બતાવ્યું હતું. પીએમ મોદીએ આધુનિક સુવિધાઓથી સજ્જ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનની જેમ દેશના 200 રેલવે સ્ટેશનના ડિવપલનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.