નવી દિલ્હીઃ પૂર્વ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કુષ્ણમએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં મે 32 વર્ષ સુધી કામ કર્યું છે. જ્યારે રામ મંદિરનો આદેશ આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ પોતના નજીકના લોકો સાથે બેઠક કરી હતી. જેમાં કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ એક સુપરપાવર કમિટીની રચના કરશે. તેમજ રામ મંદિરના આદેશને પલટી દેવામાં આવશે. જેમમાં રાજીવ ગાંધીએ શાહબાનો કેસનો આદેશ પલટી નાખ્યો હતો.
એંચોડા કંબોહ સ્થિત શ્રી કલ્કિધામના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કુષ્ણમએ કહ્યું કે, રાહુલ ગાંધી અને તેમની ટીમ દેશને કોઈને કોઈ રીતે તોડવા માંગે છે. પહેલાની કોંગ્રેસ અને હાલની કોંગ્રેસમાં ઘણો ફેર છે. કોંગ્રેસ મોટી પાર્ટી છે કોંગ્રેસ પાર્ટીની જ્યારે સ્થાપના થઈ ત્યારે દેશભક્ત નેતા હતા. તે વખતની કોંગ્રેસ દેશનો જોડવાનું કામ કરતી હતી. મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુએ ભારતને જોડવાનું કામ કર્યું છે. જો કે, હાલની કોંગ્રેસ દેશને તોડવાનું કામ કરી રહી છે. રાહુલ ગાંધી અને તેમની ટીમ દેશમાં જાતિ, ધર્મ, ભાષા અને ક્ષેત્રના નામે તોડવામાં લાગી છે. એટલે જ તેઓ ગમે તેમ નિવેદન કરી રહ્યાં છે. 4 4 જૂન બાદ કોંગ્રેસ પાર્ટી બે ગ્રુપમાં વહેંચાઈ જશે. એક ગ્રુપ રાહુલ ગાંધી અને બીજુ પ્રિયંકા ગાંધી વાડ્રાનું હશે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં જે જ્વાળામુખી છે જે 4 જૂનના રોજ ફાટશે.
તેજતરમાં આચાર્ય પ્રમોદ કુષ્ણમએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી સામે કાવતરુ થઈ રહ્યું છે. પ્રિયંકા ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનતા અને રાજ્યસભામાં જતા અટકાવવામાં આવ્યાં છે. તેમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી નથી. આ કાવતરુ વર્ષોથી ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીનું ગ્રુપ ઈચ્છે છે કે, પ્રિયંકા ગાંધી રાજકારણથી દૂર થઈ જાય, આજ કારણથી પ્રિયંકાના સંમર્થકો દુખી છે. જેના પરિણામે જ ચાર જૂનના રોજ કોંગ્રેસમાં બે ગ્રુપ પડી જશે.