Site icon Revoi.in

કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓની લાઈનબદ્ધ માળાં વસાહત, વન વિભાગે મેળવી માહિતી

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં પાટડી, ખારાઘોડા અને છેક હળવદ અને ત્યાંથી કચ્છ સુધીનો વેરાન વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે, આ નાના રણમાં ઘુડસર અભ્યારણ્ય તેમજ મીઠાના અગરો આવેલા છે. ઉપરાંત કેટલાક સ્થળોએ ખારા પાણીના છીછરા સરોવર પણ આવેલા છે. જો કે ઉનાળાના સમયમાં માણસ તો શું પશુ-પક્ષીઓ પણ આ વિસ્તારમાંથી સ્થળાંતર કરી જતાં હોય છે. ત્યારે હાલ કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓની લાઇનબદ્ધ અનોખી માળા વસાહત જોવા મળતાં અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખી સવિસ્તૃત માહિતી મેળવી હતી. દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ વેરાન રણમાં ચોમાસું ગાળવા આવે છે. વધુમાં રણમાં અસ્તિત્વ ધરાવતાં 74 જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પુરા પાડે છે.

ફોરેસ્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યાં છે. થોડા સમય અગાઉ ઝીંઝુવાડાના નાગબાઇ રણમાં સુરખાબનું નેસ્ટિંગ જોવા મળ્યું હતું, પરંતુ રણમાં ભારે વરસાદને પગલે નેસ્ટિંગ ફેલ થયું હતું. ત્યારે ફરીથી માળા વસાહત જોવા મળી છે. સુરખાબ પક્ષીઓની લાઇનબદ્ધ અનોખી માળા વસાહત જોવા મળતાં અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખી સવિસ્તૃત માહિતી મેળવી હતી. દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ વેરાન રણમાં ચોમાસું ગાળવા આવે છે. વધુમાં રણમાં અસ્તિત્વ ધરાવતાં 74 જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પુરા પાડે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યાં છે. થોડા સમય અગાઉ ઝીંઝુવાડાના નાગબાઇ રણમાં સુરખાબનું નેસ્ટિંગ જોવા મળ્યું હતું, પરંતુ રણમાં ભારે વરસાદને પગલે નેસ્ટિંગ ફેલ થયું હતું. ત્યારે ફરીથી માળા વસાહત જોવા મળતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખ્યો હતો. નોંધનીય છે કે સુરખાબ સમૂહમાં માળા બનાવે છે અને ચારેબાજુ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી 40થી 45 ચોરસ મીટર ઊંચા ઢગલા બનાવી એના ઉપર ઇંડાં મૂકે છે, જેથી સંવનન બાદ બચ્ચાં નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાંને ઊડતા શીખવાડી ચોમાસા બાદ એની સાથે સામૂહિક ઉડાન ભરે છે. આ પહેલાં નાના રણમાં એક વિશાળ માળા વસાહત વચ્છરાજ બેટની દક્ષિણે તથા જલંધર બેટમાં ઓગસ્ટ 1998માં નોંધાઇ હતી. આ વસાહત 250 જેટલા એકરમાં નોંધાઇ હતી. એમાં હજારોની સંખ્યામાં માળા હતા. એક અંદાજ પ્રમાણે ઓગસ્ટ 1998માં મળી આવેલી અનોખી માળા વસાહતમાં 25 હજારથી 30 હજાર જેટલા માળા, 30 હજાર જેટલાં પુખ્ત ઉંમરનાં પક્ષીઓ અને 25 હજાર જેટલા બચ્ચાં હતાં.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, 5000 ચો.કિ.મી.માં ફેલાયેલા ખારાઘોડાના રણમાં બજાણા વેટલાઇન અને કોળધાની ખરીમાં અંદાજે 2 લાખથી વધુ વિદેશી નયનરમ્ય પક્ષીઓ મહાલવા આવ્યાં હતા. ગાંધીનગર વન વિભાગને સેટેલાઇટ ઇમેજમાં કૂડા-કોપરણી રણમાં નેસ્ટિંગ કર્યાની સેટેલાઇટ ઇમેજ મળી હતી, જેને આધારે તપાસ કરતાં સુરખાબની અનોખી માળા વસાહત, ફ્લેમિંગો અને હજારો બચ્ચાં જોવા મળ્યાં હતાં. આની પહેલાં ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યા પાછળ સુરખાબોએ નેસ્ટિંગ કરવાની શરૂઆત કરી હતી, જે 200-300 જેટલા માળા બનાવ્યા પછી રણમાં મુશળધાર વરસાદ પડતાં એમનું નેસ્ટિંગ નિષ્ફળ ગયું હતું.
હવે પક્ષીઓ હવે વિદાય ભણી અને અન્ય દેશમાં પ્રયાણ કરી રહ્યા છે