જુનાગઢઃ એશીયાટીક ગીરના ડાલા મથ્થા સિંહ માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે જે વિશ્વ વિખ્યાત છે. આ સિંહોના દર્શન માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ, સહેલાણીઓ ઉમટી પડે છે. જેને માણવા-જોવા જીવનનો એક લહાવો છે. દર ચોમાસામાં ચાર માસ સિંહ દર્શન બંધ કરી દેવામાં આવે છે કારણ કે સિંહનો મેટીંગ પીરીયડમાં સિંહ ખુંખાર હોય છે. જરાપણ ખલેલ પહોંચે તો છંછેડાઇને હુમલો કરી શકે છે તે માટે 15 જુનથી 15 ઓકટોબર સુધી સિંહ દર્શન માટે વેકેશન રાખવામાં આવે છે. જંગલના કાચા રસ્તાઓ વરસાદમાં ચાલવા લાયક કે વાહન ચલાવવા જેવા પણ હોતા નથી. 15 ઓકટોબરથી ફરી સિંહ દર્શન ખુલ્લા મુકવામાં આવે છે. જોકે કોરોના કાળના કારણે રજી મેથી સાસણનું નેશનલ પાર્ક જુનાગઢ સફારી પાર્ક વિગેરે બંધ હોવાથી સિંહ દર્શન બંધ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એશિયનટીક લાયનનું ઘર ગણાતા ગીર જંગલ વિસ્તારમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો સિંહ દર્શન કરવા આવે છે. સિંહ દર્શન માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. વનવિભાગની મંજૂરી વગર સાસણગીરમાં સિંહદર્શન કરી શકાતા નથી. એટલું જ નહીં દર વર્ષે ચોમાસાના સમયગાળામાં 4 મહિના જેટલા સમયગાળા માટે સિંહ દર્શન બંધ રાખવામાં આવ છ. જો કે, કોરોના મહામારીને પગલે છેલ્લા ઘણા મહિનાઓથી સિંહદર્શનની સુવિધા બંધ રાખવામાં આવી હતી. કોરોનાના કેસ ઘટડા હવે ધીમે-ધીમે જનજીવન ધબકતું થઈ રહ્યું છે. જો કે, 15મી જૂનથી 4 મહિના સુધી સાવજોનું વેકેશન રહેશે. જેથી આ સમયગાળા દરમિયાન સિંહ દર્શન નહીં થઈ શકે.