અમરેલીના લીલીયા ગામમાં વહેલી સવારે પાંચ સિંહ જોવા મળ્યા, લોકોમાં ભયનો માહોલ
- પાંચ સિંહો લટાર મારતા નજરે પડ્યા
- વાહન ચાલકોને સિંહ દર્શન કરવાનો મળ્યો લ્હાવો
- લોકોમાં ભયનો માહોલ
અમરેલી: નાના લીલીયા ગામે રોડ પર વહેલી સવારે પાંચ સિંહો લટાર મારતા નજરે પડ્યા હતા. પાંચ સિંહો રોડ ઉપર લટાર મારતા જોવા મળતા ગામના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે. આમ,વહેલી સવારે વાહન ચાલકોને સિંહ દર્શન કરવાનો લ્હાવો મળ્યો હતો. પાંચ સિંહો લટાર મારતાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જો કે ગામના લોકોમાં એ બાબતે ભય છે કે ખેતી કરવા જતા કોઈ દુર્ઘટના ન બની જાય. ગામમાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર રહે છે અને જંગલી જનાવર પાકને નુક્સાન ન પહોંચાડે તે માટે રાતના સમયે પણ ખેતરમાં નજર રાખવા માટે જવું પડતું હોય છે.
ભગવાનની દયાથી આજ સુધી એવો કિસ્સો તો સામે તો નથી આવ્યો કે જેમાં જંગલી જાનવર દ્વારા કોઈ માણસ પર હૂમલો કરવામાં આવ્યો હોય પરંતુ લોકોમાં આ બાબતે ભય તો રહે કે તેઓ ક્યારેય કોઈ પ્રાણીનો શિકાર ન બની જાય