- સિંહ પરિવાર શિકારની શોધમાં નીકળ્યા
- અનલગઢ-લુણીવાવ ગામ પાસે સિંહના આંટા ફેરા
- ખેડૂતો અને પશુપાલકોમાં ભય સાથે ફફડાટ
રાજકોટ: ગીરજંગલના વન્યપ્રાણીઓને હવે જંગલ વિસ્તાર ટૂંકો પડતો હોય તેમ લાગી રહ્યું છે, વાત એવી છે કે ગોંડલમાં સિંહ પરિવાર શિકારની શોધમાં નીકળી રહ્યા છે. ત્યારે ગત રાત્રિના ગોંડલના અનલગઢ – લુણીવાવ ગામ પાસે સિંહ આંટા ફેરા કરતાં જોવા મળ્યા છે.
જો કે આ પહેલા પણ ઉમવાળા ગામના સિમ વિસ્તારમાં સિંહ પરિવાર જોવા મળ્યો હતો. જ્યાં, સિંહ પરિવારે વાછરડાનું મારણ કર્યું હતું. આમ, ગોંડલ પંથકમાં સિંહ પરિવારના ધામાથી ખેડૂતો અને પશુપાલકોમાં ભય સાથે ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે ગોંડલ વિસ્તારમાં મોટાભાગના લોકો ખેતીવાડી-પશુપાલનના ધંધા સાથે જોડાયેલા છે અને તેમને કામને લઈને ઘરની બહાર નીકળવું જ પડે છે. હવે તે સ્થળોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાતા લોકોમાં ભયનો માહોલ પ્રસરે તે તો સીધી અને સામાન્ય વાત છે