Site icon Revoi.in

વનરાજો હવે ચાર મહિનાનું વેકેશન ભોગવશે, ગીર અભ્યારણ્ય 16મી જુનથી પ્રવાસીઓ માટે બંધ

Social Share

જૂનાગઢ : જંગલના રાજા ગણાતા સિંહનો ચોમાસા દરમિયાન સંવનન કાળ ગણવામાં આવે છે. અને સિંહ સવનન કાળ દરમિયાન કોઈ ખલેલ સહન કરતા નથી. જંગલનું આ પ્રાણી એવું છે. કે, ચોમાસા દરમિયાન વધુ મિજાજમાં જોવા મળતું હોય છે. તેના લીધે ચોમાસા દરમિયાન ગીર અભ્યારણ્ય યાને સાંસણગીર પ્રવાસીઓ માટે ચાર મહિના બંધ રાખવામાં આવે છે. એટલે તા.16મી જુનથી 15મી ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રહેશે. એટલે કે,  ગીરના જંગલના દરવાજા બંધ રહેશે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગીરના દરવાજા  16મી જુનથી ચાર મહિના દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ ચાર મહિના દરમિયાન જંગલમાં માત્ર સિંહોનુ રાજ હોય છે, કોઈ પ્રવાસી પણ ફરકી શક્તો નથી. ત્યારે આ વર્ષે 16 જૂનથી ગીરમાં સિંહોનુ વેકેશન પડશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે 16 જુનથી પ્રવાસીઓ સિંહના દર્શન નહિ કરી શકે. પ્રવાસીઓ માટે 4 મહિના સફારી રૂટ બંધ થશે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીરમાં સિંહોનુ વેકેશન પડશે. સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો ચોમાસામાં સંવનન કાળ હોઈ જંગલના દરવાજા પ્રવાસીઓ માટે બંધ રહેશે.

વન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચોમાસાની મોસમમાં માત્ર જંગલ સફારી બંધ થાય છે. પરંતું પ્રવાસીઓ માટે દેવળિયા સફારી પાર્ક અને આંબરડી સફારી ચાલુ રહેશે. સાસણ પાસે  આવેલુ  દેવળીયા સફારી પાર્ક અને ધારી પાસે આવેલું આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે. જો, ચોમાસામા વરસાદ વધે તો આ બંને પાર્ક પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. ગીર અભ્યારણ્યમાં વરસાદને કારણે જંગલના રસ્તા બિસ્માર બની જાય છે. તેથી ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો કરવા પડે છે. જેથી વેકેશન ખૂલે એટલે પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.