- દરરોજ પાણી વધુ માત્રામાં પીવું જોઈએ
- દરરોજ દેશી ઘી હોઠ પર લગાવવું જોઈએ
હવેશિયાળાનો આરંભ થઈ ચૂક્યો છે શરીર પરની સ્કિન જાણે રુસ્ક થવા લાગતી હોય તેવો અનુભવ થાય છે પરિણામે ઘણીવાર તમે કેટલાક લોકો તેમના સૂકા હોઠને કારણે પરેશાન થઈ જાય છે. ખાસ કરીને સ્ત્રીઓ લીપ પર વધુ લિપ્સ્ટિક લગાવવામાં આવે છે જેથી હોઠ ફાટવાની શક્યતાઓ પણ વધુ છે, હોઠ પર ચામડી નીકળવા જેવી સમસ્યાઓ થવા લાગે છેજો કે હોઠની મૃત ત્વચાને દૂર કરવાની સાથે, કેટલાક ઘરેલું ઉપચાર પણ હોઠને નરમ અને ગુલાબી બનાવી શકે છે.
આટલી વસ્તુને અપનાવો તમારા હોટની સમસ્યાઓ થઈ જશે દૂર
- આ સાથે જ જો તમે નારિયેળ તેલથી તમારા હોઠની મસાજ કરો છો, તો આ કરવાથી પણ તમે શુષ્ક ત્વચાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. મૃત ત્વચાની સમસ્યાને દૂર કરવામાં પણ નારિયેળ તેલ ઉપયોગી છે
- ખાસ કરીને હોઠની શુષ્ક ત્વચાની સમસ્યા એલોવેરા જેલના ઉપયોગથી દૂર કરી શકાય છે. તમારા હોઠ પર એલોવેરા જેલ નિયમિત રીતે લગાવો. જો તમે ઈચ્છો તો દિવસમાં બે થી ત્રણ વાર પણ લગાવી શકો છો. આમ કરવાથી મૃત ત્વચા દૂર થઈ શકે છે.
- રુસ્ક ડ્રાય હોઠ પાછળ ડિહાઈડ્રેશનની સમસ્યા જવાબદાર હોઈ શકે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિને પુષ્કળ પ્રમાણમાં પાણી આપવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 9 ગ્લાસ પાણી પીવાથી ડેડ સ્કિનની સમસ્યાથી તો રાહત મળી શકે છે પરંતુ શુષ્ક ત્વચા પણ દૂર થઈ શકે છે.
- શુષ્ક ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે તમારે દરરોજ તમારા હોઠ પર દેશી ઘી અથવા ક્રીમ લગાવવું જોઈએ. આ એક જૂની અને શ્રેષ્ઠ રેસીપી છે. આમ કરવાથી હોઠ માત્ર ગુલાબી દેખાતા નથી, પરંતુ ડેડ સ્કિનથી પણ રાહત મેળવી શકાય છે.