લિપ્સ્ટિક એટલે કે દરેક સ્ત્રીઓને સજવા માટેના મેકઅપ કિટનો એક ભાગ, દરેક સ્ત્રીઓના પર્સમાં મોટા ભાગે લિપ્સ્ટિક તો જોવા મળે જ છે,લિપ્સની સુંદરતા વધારવા લિપ્સ્ટિક મહત્વનો ભાગ ભજવે છે,લિપ્સ્ટિકથી માત્ર હોઠની જ શોભા વધારી શકાય છે એવું નથી લિપ્સ્ટિકના બીજા ઘણા ઉપયોગ આપણે કરી શકીએ છે,.લિપ્સ્ટિકમાં સેંકડો શેડ્સ આવતા હોય છે જેના થકી આપણે આપણા દરેક મેકઅપમાં તેનો ઉપયોગ કરી શકીએ છે,
જેમ કે તમે બ્લશર તરીકે યૂઝ કરી શકો છો, તમારા ગાલને એક કુદરતી રંગ અને સુંદરતા આપવા અને ગાલ પરની ડાર્કનેસ સંતાડવા માટે તમે લિપ્સ્ટિકનો ઉપયોગ કરી શકો છોઆ માટે તમે હળવા કલરની લાલ લિપસ્ટિક લગાવો અને તેને મેકઅપની બ્રશની મદદથી ગાલ પર ફેલાવી દો. ત્યારબાદ થોડા ફિક્સિંગ પાવડરથી સેટ કરીલો
આ સાથે જ મેકઅપ બોક્સમાં રહેતી અલગ અલગ રંગની લિપ્સ્ટિકમાંથી જે કલરનો તમને લીપ બામ કરવા ઈચ્છતા હોય તે લિપ્સ્ટિકને પ્રેટોલિયમ વેસેલિન સાથે એક વાસણમાં ગરમ કરો અથવા માઈક્રોવેવમાં પણ હીટ આપી શકો છો અને આ રીત મિક્સ કરીલો, ત્યાર બાદ તે જામી જાય એટલે તેનો લીપબામ કરીકે ઉપયોગ કરો.
બીજો લિપ્સ્ટિકનો ઉપયોગ જોઈએ તો સિંદૂરના બદલે લોકો લિપ્સ્ટિકથી સેથી ભરતા થયા છે, ત્યારે મરુન, લાલ કે પિંક જેવા કલરની લિપ્સ્ટિકથી તમે તમારો સેથો ભરી શકો છો.
ખાસ કરીને જ્યારે તમારી પાસે જૂદા જૂદા રંગની લિપ્સ્ટિક હોય તો તમે તેનો આઈશેડો કરી શકો છો,જો તમારી લિપ્સ્ટિક વધુ ઓઈલી હોય તો આઈશેડો કર્યાબાદ તેના પર કોન્પેક્ટ વડે પાવડર લગાવો જેથી આઈશેડો પ્રસરશે નહી આ રીતે તમે લિપ્સ્ટિકના અનેક યૂઝ કરી શકો છો.