Site icon Revoi.in

ગાંધીનગરના ગિફ્ટસિટીમાં દારૂની છૂટ, અધિકૃત કર્મચારીઓ, મુલાકાતીઓ માટે લેવાયો નિર્ણય

Social Share

ગાંધીનગર: પાટનગરના ગિફ્ટસિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. આથી સરકારના નિર્ણય સામે વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસ દ્વારા પણ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીમાં છૂટછાટ આપવાના નિર્ણયની ટીકા કરવામાં આવી છે.

ગાંધીજીના ગુજરાતમાં 1961થી દારૂબંધી છે. છતાં પણ રોજ-બરોજ લાખો-કરોડો રૂપિયાનો  દારૂ પકડાય છે. લિકર ડ્રાય તરીકે ઓળખાતા ગુજરાતની અલગ ઓળખ છે. આવતા મહિને 10મી જાન્યુઆરીથી  વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે. એમાં અનેક દેશ-વિદેશના મહાનુભાવો પોતાના પ્રતિનિધિ મંડળ સાથે ભાગ લેવાના છે. ત્યારે રાજ્ય સરકારે જાહેર કરેલી પોલીસીમાં ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા લોકો માટે લીકર મુક્તિનો નિર્ણય કર્યો છે.  ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી  એટલે કે ગિફ્ટસિટી ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ બન્યુ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં “વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવાયો છે. આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એક્સેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કર્મચારીઓ અને મુલાકાતીઓને દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. બહારથી આવતા મુલાકાતીઓ અને કર્મચારીઓને એક્સેસ લીકરની મંજૂરી અપાઈ છે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા જોગવાઇ કરવામાં આવી છે. GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.