Site icon Revoi.in

ભારતમાં તમામ જીવ જંતુઓ અંગે બની યાદી, એક લાખથી વધારે પ્રજાતિઓ નોંધાયા

Social Share

ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણની સ્થાપના વર્ષ 1916માં 1લી જુલાઈના રોજ કરવામાં આવી હતી. આજે 1લી જુલાઈ છે અને ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ની સ્થાપનાનું 109મું વર્ષ છે. અને આ માટે ભારતના કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સમિટમાં ભાગ લેવા કોલકાતા પહોંચ્યા હતા.

પ્રાણી વર્ગીકરણ સમિટ 2024 માં આ માહિતી આપતાં, ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા વાર્ષિક ધોરણે આયોજિત, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ભારતમાં 1,04,561 પ્રજાતિઓને આવરી લેવામાં આવી છે. અને આ સાથે જ ભારત વિશ્વનો પહેલો અને એકમાત્ર દેશ બની ગયો છે જેણે તમામ જીવંત પ્રાણીઓની યાદી બનાવી છે.

• ભારતમાં એક લાખથી વધારે પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે.
ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કોલકાતામાં ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI) દ્વારા આયોજિત એનિમલ ટેક્સોનોમી સમિટ 2024માં પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે ‘ભારતમાં 104,561 પ્રાણીઓની પ્રજાતિઓ આવરી લેવામાં આવી છે. ભારતે તમામ પ્રાણીઓની ચેકલિસ્ટ તૈયાર કરી છે. આ સાથે ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ પણ બની ગયો છે.

• પોર્ટલ બહાર પાડ્યું
એનિમલ ટેક્સોનોમી સમિટ 2024 દરમિયાન, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભારતના પ્રાણીઓના ચેકલિસ્ટ પોર્ટલનું પણ લોન્ચિંગ કર્યું હતું. જેનું નામ ‘Fauna of India Checklist Portal’ છે જે તેના પ્રકારનું પ્રથમ પોર્ટલ છે. જેમાં ભારતમાં જોવા મળતી તમામ પ્રાણીઓની પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.