- 6 વર્ષ બાદ આવશ્યક દવાઓની યાદી બહાર પડાઈ
- હવે દવાઓ મળશે સસ્તી
દિલ્હીઃ- છેલ્લા ઘણા વર્ષો બાદ હવે કેન્દજ્ર દ્રારા નવી દવાઓનું લીસ્ટ જારી કરવામાં આવ્યું છે જે સરવાળે ઘણી સસ્તી હશે જનતા પર તે ભારે નહી પડેય કારણ કે હવે આ દવાઓ પર પ્રાઇસ કેપિંગ લાગુ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015 બાદ હવે આ સૂચિ 2022 નેશનલ એસેન્ટિયલ લીસ્ટ ઓફ મેડિસીન જારી કરવામાં આવી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે 2015 પછી 2022માં અપડેટ કરીને NELM તમારી સામે રજુ કરાઈ છે. જે એક લાંબી પ્રક્રિયા છે, ત્યાર બાદ તેમાં કેટલીક દવા સામેલ કરવામાં આવી છે.આ સંપૂર્ણ નિર્ણય સ્વતંત્ર સમિતિ દ્રારા લેવાય છે. જેમાં ખાસ કરીને 350 નિષ્ણાતો અને 140 વખત સલાહ લીધા બાદ આ યાદી તૈયાર કરવામાં આવી છે. આ સૂચિમાં જે દવાઓ સામેલ કરાય છે તે સલામતી, સસ્તી અને સુલભતા પ્રમાણે છે.
આ ખૂબ જ મહત્વપૂર્ણ યાદી છે. પ્રાથમિક, ગૌણ અને તૃતીય સંભાળ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે આપણા દેશમાં જે દવા મંજૂર અને લાઇસન્સ છે, તે જ દવા આ સૂચિમાં સમાવેશ પામી છે. આ સૂચિમાં છે. 2022ની યાદીમાં 384 દવાઓ છે. 34 નવી દવાઓ ઉમેરવામાં આવી છે અને 26 દૂર કરવામાં આવી છે
આ સાથે જ NPPA સીલિંગ કિંમત નક્કી કરશે. જે પ્રમાણે દવાઓ બનાવતી કંપની તેની કિંમત વધારી શકે નહીં. દવામાં ગેરવાજબી ભાવ વધારી શકાય નહીં. જો તમે લગભગ તમામ દવાઓને 384 દવાઓમાં ભેળવી દો, તો ત્યાં 1000 થી વધુ ફોર્મ્યુલેશન હશે. તેની કિંમતમાં હવે સુધારો કરવામાં આવશે જેથી દરેકને સસ્તી દવા મળી શકે.