Site icon Revoi.in

ધો.10માં ઓછું પરિણામ લાવનારી ગ્રાન્ટેડ શાળાઓની યાદી તૈયાર, 1200 શાળાઓની ગ્રાન્ટ કપાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઘણીબધી ગ્રાન્ટેડ શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું છે. રાજ્યમાં 212 શાળાઓ તો એવી છે કે જનું ધો, 10નું પરિણામ ઝીરો ટકા રહ્યું છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા 30 ટકાથી ઓછું પરિણામ હશે તેવી ગ્રાન્ટડ શાળાઓની ગ્રાન્ટ કાપવાનો નિર્ણય કરાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ ઓછું પરિણામ લાવનારી ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષણ વિભાગના રડારમાં આવી છે. રાજ્યમાં ધોરણ 10માં 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી 1007 શાળાઓ સામે આવી છે. આ ઓછા પરિણામવાળી ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટમાં કાપ મુકવામાં આવશે. રાજ્યમાં 121 શાળાઓ એવી છે, જેનું પરિણામ 0 ટકા રહ્યું છે. હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નીચું પરિણામ લાવનારી શાળાઓની યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું છે. તેથી રાજ્યની ગ્રાન્ટેડ શાળાના સંચાલકોની વધી ચિંતા ગઈ છે. કારણ કે, શિક્ષણ વિભાગના નિયમ મુજબ રાજ્યની 1200 જેટલી શાળાઓને ગ્રાન્ટ નાં મળે એવી સ્થિતિ સર્જાઈ. શિક્ષણ વિભાગનો નિયમો એવો છે કે, 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની ગ્રાન્ટ કાપી લેવાતી હોય છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 10નું 65.18 ટકા પરિણામ જાહેર થયું છે, પરંતુ આ વખતે રાજ્યમાં ધોરણ 10માં 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યા 1,007 છે. તેમજ રાજ્યમાં 121 એવી શાળાઓ છે, જેનું પરિણામ 0% આવ્યું છે, નિયમ મુજબ આ તમામ શાળાઓની ગ્રાન્ટ કપાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે ધો. 10ના ઓછું પરિણામ એટલે કે 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાઓની ગ્રાન્ટ કાપવાનો નિર્ણય તો ભૂતકાળમાં લીધો હતો. તત્કાલિન સમયે સંચાલક મંડળની રજૂઆત બાદ શિક્ષણ વિભાગે મૌખિક રીતે કહ્યું હતું કે ગ્રાન્ટેડ શાળાની પરિણામ આધારિત ગ્રાન્ટ નહીં કાપવામાં આવે, જો કે કોઈ પરિપત્ર નાં થતા સંચાલકોમાં ચિંતા વધી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના કહેવા મુજબ  છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વિભાગનો અભિગમ હકારાત્મક રહ્યો છે. પંરતુ પરિણામ આધારિત ગ્રાન્ટ નાં કાપવા અંગે હાલ કોઈ પરિપત્ર નથી કરાયો એટલે શિક્ષણ વિભાગે તાત્કાલિક આ બાબતને ધ્યાને લેવી જોઈએ. ગ્રાન્ટેડ સ્કૂલને એક વર્ષ દીઠ 3,000 રૂપિયાની ગ્રાન્ટ મળતી હોય છે, જે વર્ષે 36,000 રૂપિયા જેટલી થતી હોય છે. આ રકમ સરકાર માટે મોટી નથી પણ જો ગ્રાન્ટેડ સ્કૂલને નાં આપવામાં આવે તો તેનું નુકસાન શાળાને તો છે જ સાથે સંચાલકોને પણ થાય છે.

ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે, જો ગ્રાન્ટ કપાઈ જાય તો સ્કુલનું ટેક્સ બિલ, લાઈટ બીલ, ઈન્ટરનેટ ખર્ચ, સહિત અનેક ખર્ચા કરવા માટે સમસ્યા ઊભી થઈ શકે છે. ભૂતકાળમાં ગ્રાન્ટની સમસ્યાને કારણે રાજ્યમાં 1,500 કરતા વધુ શાળાઓ બંધ ચૂકી છે, જેના કારણે સૌથી વધુ સમસ્યા ગરીબ વાલીઓ કે જેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એમને થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં જો એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થાય તો બાળકનો અભ્યાસ તો છૂટી જ જાય છે, અથવા બાળક અનેક કિમી દૂર અભ્યાસ કરવા જવા મજબુર થાય છે અથવા બાળકને ફરજિયાત ખાનગી શાળામાં મોંઘી ફી ભરી અભ્યાસ કરાવવો પડે છે.