Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટમાં હવે એક સપ્તાહમાં લિસ્ટેડ થશે નવા મામલા, જાહેર થયો સર્ક્યુલર

Social Share

દેશની અદાલતોમાં ઘણાં વર્ષોથી લાખો-કરોડો મામલા વિલંબિત છે. તેના ઉપર વખતોવખત સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ બુધવારે મામલાની સુનાવણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. તેના દ્વારા નવા મામલાની સુનાવણી સરળતાથી થઈ શકે. મુખ્ય ન્યાયાધીશના નવા આદેશ હેઠળ જે પણ નવા મામલા આવશે, તે એક સપ્તાહની અંદર લિસ્ટેડ થઈ જશે.

બુધવારે જાહેર કરવામાં આવેલા સર્ક્યુલર પ્રમાણે, જે પણ નવા મામલા આવશે, તે શુક્રવારે લંચ બાદ, શનિવારે, સોમવારે અને મંગળવારે લંચથી પહેલાના સેશનમાં વેરિફાઈ કરવામાં આવસે. આ તમામ મામલાઓને એક જ સપ્તાહની અંદર લિસ્ટેડ કરવા પડશે.

આ સિવાય જે મામલા બુધવારે, ગુરુવારે અને શુક્રવારે વેરિફાઈ કરવામાં આવશે, તેને આગામી સપ્તાહે સોમવાર સુધીમાં લિસ્ટેડ કરવામાં આવશે.

સર્કુલરમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ તમામ કેસની યાદી વેબસાઈટ પર દર શુક્રવારે અપલોડ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ 4 ફેબ્રુઆરીથી લાગુ થશે, તેના સંદર્ભે બારના તમામ સદસ્યોને પણ જણાવી દેવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ પહેલા જ કહી ચુક્યા છે કે વકીલો દ્વારા કરાઈ રહેલા મેન્શનિંગને રોકવા માટે તેઓ નવી સિસ્ટમ પર વિચારણા કરી શકે છે.

જણાવવામાં આવે છે કે દેશની અદાલતોમાં હાલના સમયમાં ઘણાં મામલા વિલંબિત છે. તેના ઉપર ઘણાં વર્ષોથી સુનાવણી ચાલી રહી છે. એકલી સુપ્રીમ કોર્ટમાં જ આવા લગભગ 50 હજારથી વધારે મામલા છે. આ મામલા પેન્ડિંગ છે.

જસ્ટિસ રંજન ગોગોઈથી પહેલા પણ ઘણી અદાલતોમાં કેસોની વધતી સંખ્યા અને નવા ન્યાયાધીશોની નિયુક્તિ પર સવાલ ઉભા કરી ચુક્યા છે. ન્યાયાધીશોએ સરકાર સામે આ વાત મૂકી છે કે અદાલતોને નવા ન્યાયાધીશોની જરૂરત છે.