1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાહિત્ય એવી સંજીવની છે જે જીવનમાં ઊર્જા-ચેતના ભરી દે છેઃ ભૂપેન્દ્ર પટેલ
સાહિત્ય એવી સંજીવની છે જે જીવનમાં ઊર્જા-ચેતના ભરી દે છેઃ ભૂપેન્દ્ર પટેલ

સાહિત્ય એવી સંજીવની છે જે જીવનમાં ઊર્જા-ચેતના ભરી દે છેઃ ભૂપેન્દ્ર પટેલ

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2021-22ના સાહિત્ય ગૌરવ પુરસ્કારોથી નવ જેટલા સાહિત્ય સર્જકોનું સન્માન કરતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે સાહિત્ય, સંસ્કૃતિ, કલા-કારીગરીના આપણા ભવ્ય વારસા અને વિરાસતને વિશ્વખ્યાતિ અપાવવામાં સાહિત્યસર્જકોનું ઉલ્લેખનીય પ્રદાન છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સાહિત્ય એવી સંજીવની છે જે જીવનમાં ઊર્જા-ચેતના ભરી દે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અમૃતકાળમાં આપેલા પાંચ સંકલ્પમાંનો એક સંકલ્પ આપણી વિરાસત પર ગૌરવ કરવાનો છે. આ સંકલ્પ સાહિત્ય, સંસ્કૃતિ, કલાને રાજ્ય પુરસ્કૃત કરીને ગુજરાતમાં આપણે પાર પાડ્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2021-22 ના પુરસ્કારો લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો અને યુવા સાહિત્યકારોને અર્પણ કર્યા હતા. આ પુરસ્કારો અંતર્ગત હિન્દી, કચ્છી અને ગુજરાતી ભાષામાં સાહિત્ય સર્જન માટેના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સાહિત્ય એવી સંજીવની છે જે આપણા જીવનને ઊર્જા-ચેતનાથી ભરી દે છે. આજના બદલાતા સમયમાં યુવા પેઢીના નવતર-નૂતન વિચારોને ઝિલીને એને પ્રતિબિંબિત કરવાનું મહત્વનું કામ ગુજરાત સાહિત્ય અકાદમી કરે છે તે અભિનંદનીય છે. ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાહિત્યના માધ્યમથી સાકાર કરવાની પ્રેરણા આપી હતી. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ ગુજરાતી કૃતિઓનો હિન્દી-અંગ્રેજીમાં અને અન્ય ભાષાની સારી કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કરીને આ સંકલ્પના સાકાર થઇ શકે તેમ છે. તેમણે સાહિત્ય અકાદમી માટે અત્યાધુનિક મેઘાણી અકાદમી ભવન આગામી સમયમાં સૌ સાહિત્યકારોની સેવામાં ખૂલ્લું મુકવાની રાજ્ય સરકારની નેમ આ તકે દર્શાવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code