1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત હાઈકોર્ટની કામગીરીનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ, હવે લોકો પણ કોર્ટમાં થતી સુનાવણી નિહાળી શકશે

ગુજરાત હાઈકોર્ટની કામગીરીનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ, હવે લોકો પણ કોર્ટમાં થતી સુનાવણી નિહાળી શકશે

0
Social Share

અમદાવાદઃ દેશમાં કોર્ટ રૂમની તમામ કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરનાર ગુજરાતની પ્રથમ હાઈકોર્ટ છે. આજ સોમવારથી ગુજરાત હાઇકોર્ટના 18 કોર્ટ રૂમની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અરજદાર સહિત જુનિયર એડવોકેટ, પત્રકાર, સામાન્ય જનતા તમામ કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટની યુ-ટ્યુબ ચેનલ પર નીહાળી રહ્યા છે. હવે કોર્ટમાં કાર્યવાહી કેવી રીતે થાય છે તે તમામ બાબત સામાન્ય જનતા પણ જાણી શકશે. આ તમામ કોર્ટના જીવંત પ્રસારણના કાર્યકામનું ઉદ્ઘાટન 1 દિવસ અગાઉ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્ના એ કર્યું હતું. જેમાં તેઓ જણાવ્યું હતું કે આ તમામ કોર્ટનું જીવત પ્રસારણ કરવાથી લોકોમાં ન્યાય પ્રક્રિયા પરનો વિશ્વાસ મજબૂત રહેશે અને પારદર્શિતા જળવાઈ રહેશે.

ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર અશોક ઉકરાણીએ જણાવ્યું હતું કે 26 ઓક્ટોબર 2020થી ફર્સ્ટ કોર્ટ પ્રોસિડીંગ ઓનલાઇન જોવા મળી રહી છે. ઓપન કોર્ટ માટે 2018માં સુપ્રીમ કોર્ટે સ્વપ્નીલ ત્રિપાઠી વર્સીસ સુપ્રીમ કોર્ટમાં ચૂકાદો આપ્યો હતો. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠનું જીવંત પ્રસારણ કરનારી દેશની પ્રથમ હાઇકોર્ટ બની છે. અત્યાર સુધીમાં ગુજરાત હાઇકોર્ટ યુટ્યુબ ચેનલને 48 લાખ વ્યૂ મળ્યા છે.ફિઝિકલ કોર્ટ શરૂ થશે ત્યારે પણ લાઈવ સ્ટ્રિમિંગ ચાલુ રહેશે. નાગરિકો ઘરે બેઠા કોર્ટની તમામ કામગીરી, દલીલો, ચૂકાદા જોઈ- સાંભળી શકશે. આજે હાઇકોર્ટના 18 કોર્ટ રૂમના સ્ટ્રીમિંગ દરમિયાન દરેક કોર્ટ રૂમને 80 થી 90 લોકો લાઈવ નિહાળી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટની યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર્સ પણ વધ્યા છે. જોકે લોકો PIL જેવી મેટરની સુનવણી લાઈવ નીહાળવી વધારે પસંદ કરે છે. જેમાં વિદ્યાર્થીઓ કે કોઈ ધાર્મિક બાબતના કેસની સુનવણી હોય તો તેમાં લાઈવ વ્યુઅર 3થી 4 હજાર સુધી પહોંચી જતા હોય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code