દુનિયાના સૌથી મોટા સ્ટીલના કારોબારી લક્ષ્મીનિવાસ મિત્તલના ભારતમાં આવવાનો માર્ગ ચોખ્ખો થઈ ગયો છે. તેઓ ભાતમાં પોતાનો કારોબાર શરૂ કરે તેવી શક્યતા છે. એલ. એન. મિત્તલ ભારતમાં રુઈયા બંધુઓનો સ્ટીલનો કારોબાર ખરીદી રહ્યા છે.
અહેવાલ છે કે અમદાવાદની એક અદાલતે આ શુક્રવારે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. તેના હેઠળ આર્સેલર-મિત્તલને કર્જના બોજા તળે દબાયેલા નિપ્પોન સ્ટીલને ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ ખરીદી 42 હજાર કરોડ રૂપિયામાં કરવામાં આવશે. આર્સેલર મિત્તલ દુનિયાની સૌથી મોટી સ્ટીલ નિર્માતા કંપની છે. તેના માલિક ભારતીય મૂળના બ્રિટિશ કારોબારી એલ. એન. મિત્તલ છે. આ કંપનીમાં એલ. એન. મિત્તલ અને તેમના પત્ની ઉષા 39.39 ટકાના ભાગીદાર છે.
જ્યારે નિપ્પોન સ્ટીલ એસ્સાર જૂથનું કારોબારી યુનિટ છે. તેના માલિક ભારતીય ઉદ્યોગપતિ શશી અને રવિ રુઈયા (રુઈયા બંધુ) છે. એસ્સાર સ્ટીલ ગુજરાતના હજીરામાં એક કરોડ ટનની ક્ષમતાવાળો સ્ટીલ પ્લાન્ટ સંચાલિત કરે છે. તેના ઉપર બે ડઝનથી વધારે બેંકોના લગભગ 49 હજાર કરોડ રૂપિયાથી વધુનું કર્જ ચઢેલું છે. જેથી જૂન-2017 બાદ આ કંપની નાદારીની પ્રક્રિયામાં ચાલી ગઈ હતી. એટલે કે ખુદના દેવાળિયા ઘોષિત કરવાની અરજી કરી હતી.