અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. જો કે, ચૂંટણી પહેલા જ નગરપાલિકા અને તાલુકા પંચાયતની લગભગ 11 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો હોવાનો ભાજપએ દાવો કર્યો હતો.
ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજય અને પેટા ચૂંટણી યોજવાની છે જેમાં ઉમેદવારોનો ફોર્મ પરત ખેચવાના અંતિમ દિવસ સુધીમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન થી ચૂંટણી પહેલા નગર પાલિકા અને તાલુકા પંચાયતની કુલ 11 બેઠકમાં કેસરિયો લહેરાવ્યો છે. જેમાં નગરપાલિકાની 9 બેઠકો પૈકી થરા નગરપાલિકા-4, ઓખા નગરપાલિકા-2, તરસાડી નગરપાલિકા- 1 ,મહેમદાવાદ- 1,ચાણસ્મા- 1 નો સમાવેશ થાય છે. જયારે તાલુકા પંચાયતમાં નિઝરમાં (શાલે-1) અને વિસાવદર (ઢેબર -4) નો સમાવેશ થાય છે. બીન હરિફ થયેલ તમામ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી સી.આર.પાટીલએ અભિનંદન પાઠવ્યા હતા.