Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભાજપમાં ચૂંટણી લડવા 7257 નેતાઓએ નોંધાવી દાવેદારી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપમાં ચૂંટણી લડવા માટે દાવોદારોની હોડ જામી છે. ભાજપ દ્વારા ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. અત્યાર સુધીમાં 7257 જેટલા નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી છે. ભાજપ દ્વારા આગામી દિવસોમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ સેન્શ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં સૌથી વધારે બે હજારથી વધારે નેતાઓએ દાવેદારી કરી છે. તેમજ સુરતમાં 1949, વડોદરામાં 1451, રાજકોટમાં 681, જામનગરમાં 543 અને ભાવનગર મનપામાં ભાજપના 596 દાવેદારોની સેન્સ લેવા માટે દાવેદારી નોંધાવી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ 7,257 ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંગઠનને વધારે મજબુત બનાવવાની કવાયત તેજ કરી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા કેટલાક નેતાઓને રિપીટ કરવામાં આવે છે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે.