Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2021- ભાવનગરમાં કુલ 55 બેઠકો મતદાન

Social Share

ભાવનગર – આજ રોજ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ગુજરાતના 6 મહાનગરોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગુજરાતના 6 મહાનગરોમાં  અમદાવાદ, સુરત, વડોદરા , રાજકોટ, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે.

સ્થાનિક સ્વરાજની આ વયકતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIM એ પણ ઝંપલાવ્યું છે તે પણ પોતાનું રાજકીય નસીબ  અજમાવ માટે આ તમામ પાર્ટીની હોડમાં જોવા મળે છે, જો કે તેઓ માત્ર 3 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.

અત્યાર સુધી 3 કલાકનું મતદાન યોજાઈ ચૂક્યું છે, ભાવનગરમાં  કુલ 13 વોર્ડ માટે કુલ 52 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ભાજપ 52, કોંગ્રેસ 51, અન્ય 69 ,આપ પાર્ટી 39  આમ કુલ 211 ઉમેદવારો  ભાવનગરની સ્થાનિક ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, આ મહાનગરપાલિકાના 144 વોર્ડની કુલ 576 બેઠક માટેની યૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ હજાર ઉમેદવારો પોતનાનું નસીબનું જોર લગાવી રહ્યા છે,

આ યોજાનારી ચૂંટણીમાં ભાજપના  પાર્ટીના કુલ 575 ઉમેદવારો, કોંગ્રેસના પક્ષના 564 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 469 ઉમેદવારો તેમજ અન્ય રાજકીય પક્ષ અને અપક્ષ મળીને 668 ઉમેદવારો  સહીત કુલ 2 રહજાર 276 ઉમેદવારો ચૂંટણીમાં જંપલાવી રહ્યા છે.

હાલ મતદાનની સ્થિતિ નિરસ જોવા મળી રહી છે,મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે એવી તેવી અપીલ કરવામાં આવી રહી છે, ભાવનગરમાં કુલ 529 મતદાન મથકો છે, તો સાથે જ ઈવીએમ મશિનની સંખ્યા 1611 છે તો કુલ મતદાતાઓની સંખ્યાની વાતચીત કરીએ તો   5 લાખ 27 હજાર મતદાતા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના લઈને દરેક બૂથ પર કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે, અંદર પ્રવેશતાની સાથે જ થર્નમલગનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જો કે સવારના એક કલાકમાં ભાનગરમાં મતદાતાઓની સંખ્યા નહીવત જોવા મળી હતી પ્રથમ પહેલા કલાકમાં માત્ર 10 મતદાતાઓ આવ્યા હતા.

સાહિન-