Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ઔવેસી રાજ્યમાં ચૂંટણીસભાઓ ગજવશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યમાં ભારજ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જો કે, ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તથા એઆઈએમઆઈએમના ઔવેસી આદિવાસી નેતા છોટુ વસાવા સાથે ગઠબંધન કરીને ચૂંટણી જંગમાં ઝપલાવી રહ્યાં છે. ઔવેસીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી છે અને આગામી દિવસોમાં અમદાવાદ અને ભરૂચ સહિતના વિસ્તારમાં જનસભાને સંબોધિત કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અસુદ્દીન ઔવેસી આગામી તા. 4 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ચૂંટણી સભાને સંબોધિત કરશે. તેમજ પાર્ટીના સ્થાનિક નેતાઓ સાથે મીટિંગ કરશે. દરમિયાન મોડાસાના રાજકારણમાં અસુદ્દીનની પાર્ટીએ એન્ટ્રી કરી છે. મોડાસા શહેરના રાજકારણમાં પ્રવેશ સાથે કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે. મોડાસા શહેર કૉંગ્રેસના 50 જેટલા કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. 5 અપક્ષ કૉર્પોરેટર સહિત 50 જેટલા કૉંગી કાર્યકરો એઆઈએમઆઈએમમાં જોડાયા છે. મોડાસામાં કોંગ્રેસના વધુ 450 થી વધુ કાર્યકરો એઆઈએમઆઈએમમાં જોડાય તેવો દાવો કરવામાં આવ્યો છે.