Site icon Revoi.in

અમદાવાદના નરોડા રેલવે ઓવરબ્રિજની 3 વર્ષથી ધીમી ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો પરેશાન

Social Share

અમદાવાદઃ શહેરમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  અનેક જગ્યાએ રોડ, બિલ્ડિંગ અને બ્રિજ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે.  જેમાં નરોડા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી નરોડા-ચિલોડા રેલવે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. બ્રિજ બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ રેલવેલાઇન પર બ્રિજની કામગીરી હજી સુધી પુરી થઈ નથી. સ્થાનિક લોકોની માગ છે કે નરોડા રેલવેબ્રિજની કામગીરી ઝડપથી શરૂ કરવામા આવે જેનાથી ત્રણ કિલોમીટર ફરીને જવામાંથી મુક્તિ મળે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી નરોડા-ચિલોડા રેલવે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે આ બ્રિજની કામગીરી પૂર્ણ થવાના આરે છે. આગામી મહિનામાં રેલવે લાઇનની ઉપરના સ્લેબની કામગીરી બાકી છે તે પૂર્ણ થઇ જશે અને ઝડપથી આ બ્રિજ શરૂ કરવામાં આવશે, તેવુ કહીને સત્તાધિશો આશ્વાસન આપી રહ્યા છે. જ્યારે  સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, નરોડા રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હતી. પરંતુ હવે ચૂંટણી આવી રહી છે એટલે તેમને વોટ લેવાના હોવાથી આ કામગીરી ઝડપથી શરૂ કરાવવામાં આવી છે. અમારી માંગ છે કે એક મહિનાની અંદર જ આ બ્રિજને શરૂ કરી દેવામાં આવે. હવે માત્ર થોડું કામ બાકી છે જેથી આ બ્રિજની કામગીરી પૂર્ણ કરીને શરુ કરી દેવામાં આવે. જેનાથી લોકોને છ કિલોમીટર ફરીને નોબલ નગર તરફ જવું પડે છે તે હાલાકીમાંથી મુક્તિ મળે.

નરોડાના સ્થાનિક રહિશોના કહેવા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી આ બ્રિજ બનાવવાની કામગીરી પૂરી થઈ છે અને અમારી માંગ છે કે આ બ્રિજ બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય. જેનાથી છ કિલોમીટર ફરીને નોબલ નગરમાં જવું પડે છે તે સમસ્યા દૂર થાય.  આ બ્રીજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. બ્રીજની કામગીરી એટલીબધી ધીમી ગતિએ ચાલી રહી છે, કે લોકો કંટાળી ગયા છે. સ્થાનિક કોર્પોરેટરો રસ લઈને મહિનામાં કામગીરી પૂર્ણ કરાવીને બ્રીજને ખૂલ્લો મુકવામાં આવે તેવી માગ ઊઠી છે.