- બિહાર અને ઉત્તરાખંડમાં 1 જૂન સુધી લોકડાઉન લંબાવાયું
- સીએમ નિતીશ કુમારે આપી માહિતી
દિલ્હીઃ-સમગ્ર દેશમાં હાલ કોરોનાની બીજી તરંગ ચાલી રહી છે,જેને લઈને અનેક રાજ્યમાં પાબંધિઓ વધારવામાં આવી છે તો કેટલાક રાજ્યોએ લોકડાઉનની સમય મર્યાદા વધારી દીધી છે.આ પહેલા પણ હજી ઘણા રાજ્યોએ લોકડાઉન વધાર્યું છે ત્યારે બીજા રાજ્યો પણ આ શ્રેણીમાં આગળ વધી રહ્યા છે.
યુપી, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના મોટાભાગના રાજ્યોમાં અનેક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 2 લાખ 22 હજાર નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને 4 હજાર 455 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દરમિયાન, દેશમાં બ્લેક ફંગસે પણ પગ પેસારો કરવાનું શરૂ કરી દીધું છે. બિહાર અને ઉત્તરાખંડમાં કોરોના કર્ફ્યુને 1 જૂન સુધી વધારવામાં આવ્યું છે.
(2/2) लाॅकडाउन का अच्छा प्रभाव पड़ा है और कोरोना संक्रमण में कमी दिख रही है। अतः बिहार में 25 मई के आगे एक सप्ताह के लिए अर्थात 1 जून, 2021 तक लाॅकडाउन जारी रखने का निर्णय लिया गया है।
— Nitish Kumar (@NitishKumar) May 24, 2021
બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે માહિતી આપી હતી કે રાજ્યમાં લોકડાઉન પછી સંક્રમણનું જોખમ ઘટી ગયું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પહેલી જૂન સુધી કોરોના લોકડાઉન ચાલુ રાખવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં પણ લોકડાઉન 1લી જૂન સુધી વધારાયું
ઉત્તરાખંડ સરકારના મંત્રી સુબોધ ઉનિઆલે માહિતી આપી છે કે રાજ્યમાં કોરોના કર્ફ્યુમાં 1 જૂન સુધી વધારો કરવામાં આવ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સવારે 8 થી 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે