- જમ્મુ કાશ્મીરમાં લોકડાઉન 17 મે સુધી લંબાવાયું
- કેસની સંખ્યા વધવાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, વધતા જતા સંક્રમણને લઈને લોકડાઉનની સમય મર્યાદા અનેક રાજ્યોએ વધારી છે, ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં પણ સંક્રમણને જોતા અને કોરોનાને પહોંચી વળવા રાજ્યના તમામે તમામ 20 જિલ્લામાં લાદવામાં આવેલા કોરોના લોકડાઉનને 17 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી વધારવામાં આવ્યું છે. આવશ્યક સેવાઓ સિવાય કર્ફ્યુનો કડક અમલ કરવામાં આવશે. આ સાથે, ફક્ત 25 લોકો લગ્ન સમારોહમાં ભાગ લઈ શકશે.
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે જો કે એક સમાચાર પણ છે, કેન્દ્ર પ્રદેશમાં જેટલી ઝડપથી દર્દીઓની સંખ્યા વધી રહી છે તેટલી જ ઝડપથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, અનેક લોકો કોરોનાની લડતમાં જંગ જીતી રહ્યા છે, ચાલુ મહિનાના પ્રથમ અઠવાડિયામાં 58 ટકા લોકોએ કોરોનાને હરાવ્યો છે અને સાજા થયા છે.
સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, કોરોનાને પહોંચી વળતા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે,કોરોનાને માત આપનારા લોકોની સંખ્યામાં વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે. એટલે માટે વધુ ચિંતા કરવાની હવે જરુર નથી.
છેલ્લા ત્રણ દિવસથી કેસની સંખ્યા વધઘટ થતી જોવા મળી રહી છે, પરંતુ આ સંખ્યા ફક્ત 5૦ ટકાથી ઉપર છે. સરકાર દ્વારા ઓક્સિજવાળા બેડમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. આરોગ્યના માળખાંને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાને પહોંચી વળવા માટે અનેક રીતે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, છેલ્લા 2 દિવસોથી કોરોનાના કેસ સ્ટેબલ થતા જોવા મળી રહ્યા છે.