Site icon Revoi.in

દિલ્લીમાં વધ્યુ લોકડાઉન, હવે 24 મે સુધી રહેશે પ્રતિબંધો

Social Share

દિલ્લી: કોરોનાવાયરસના કેસ જો દેશમાં સૌથી વધારે જ્યાં નોંધાય હોય તેવા સ્થળોમાં એક દિલ્લીનો પણ સમાવેશ થાય છે. દિલ્લીમાં કેજરીવાલ સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનની સકારાત્મક અસર જોવા મળી છે અને કોરોનાવાયરસના કેસ ઓછા થતા લોકડાઉનને ફરીથી લંબાવવામાં આવ્યું છે. રાજધાની દિલ્લીમાં હવે 24 મે સુધી પ્રતિબંધો લાગુ રહેશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે વધુ એક અઠવાડિયા માટે લોકડાઉન આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે. આવતી કાલની જગ્યાએ હવે આગામી અઠવાડિયાના સોમવારે સવારે 5 વાગ્યા સુધી દિલ્હીમાં લોકડાઉન લાગૂ રહેશે. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. લોકો ઝડપથી રિકવર થઈ રહ્યા છે. સારા પરિણામોને જોતા લોકડાઉન 24મી મે સુધી આગળ વધારવામાં આવ્યું છે. જેથી કરીને હાલાત વધુ સુધરી શકે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે કોરોનાનો કેર વર્તાયો છે. લોકો ખુબ દુ:ખી છે. આ સમય એકબીજા પર આંગળી ઉઠાવવાનો નથી પરંતુ એક બીજાને સહારો આપવાનો છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 19 એપ્રિલના રોજ લોકડાઉન લાગૂ કરાયું હતું. આ ચોથીવાર લોકડાઉન આગળ વધારવામાં આવ્યું છે. જે 24મી મેના સવાર સુધી લાગૂ રહેશે. આ અગાઉ લોકડાઉન આવતી કાલે પાંચ વાગે ખતમ થવાનું હતું. દિલ્હીમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6430 નવા કેસ આવ્યા. જ્યારે 337 લોકોના મોત થયા. આ દરમિયાન કોરોનાને 11592 લોકોએ માત આપીને રિકવરી પણ મેળવી. દિલ્હીમાં કોરોનાથી સંક્રમણનો દર ઘટીને 11.32 ટકાથયો છે.