- હરિયાણામાં લોકડાઉનને લંબાવવામાં આવ્યું
- જીવનજરૂરી વસ્તુઓ માટેની દુકાનો રહેશે ચાલુ
- લોકડાઉનને 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું
ગુરુગ્રામ: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા રવિવારના દિવસે જાહેરાત કરવામાં આવી કે રાજ્યમાં કોરોનાવાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉનને 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ઈકોનોમિક એક્ટિવિટિઝને પરવાનગી આપવામાં આવી છે. અને રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે.
જો કે જાહેરાત દરમિયાન તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે વિકેન્ડ લોકડાઉનને યથાવત રાખવામાં આવશે જે રાતના 10થી 5 વાગ્યા સુધી જાહેર કરવામાં આવ્યું છે.
સીએમ ખટ્ટર દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે અમે લોકડાઉનને 7 જૂન સુધી લંબાવવાનું નક્કી કર્યું છે અને આ દરમિયાન સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી તમામ દુકાનો ચાલુ રહેશે. દુકાનદારોને પણ ઓડ-ઈવન ફોર્મુલાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 15 જૂન સુધી બંધ રહેશે તે પણ જણાવવામાં આવ્યું.
જો કે ઉલ્લેખનીય વાત એ છે કે દેશમાં મોટા ભાગના રાજ્યોમાં કોરોનાવાયરસના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના કારણે મોટા ભાગના રાજ્યોમાં તો આંશિક છૂટમાં વધારો કરવામાં આવ્યો છે. દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે અને લોકો દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે જેના કારણે કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.